Home /News /entertainment /

KBC 13: કેવી રીતે પડ્યું અમિતાભ બચ્ચનનું નામ? શોમાં પ્રેક્ષકો સમક્ષ કર્યો ખુલાસો, કદાચ હોત આ નામ!

KBC 13: કેવી રીતે પડ્યું અમિતાભ બચ્ચનનું નામ? શોમાં પ્રેક્ષકો સમક્ષ કર્યો ખુલાસો, કદાચ હોત આ નામ!

(તસવીર--instagram/@amitabhbachchan)

ટીવીના લોકપ્રિય ક્વિઝ આધારિત રિયાલિટી શો '(KBC)કૌન બનેગા કરોડપતિ 13'ના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તેમનું નામ સ્વર્ગસ્થ સાહિત્યકાર સુમિતરાંનંદન પંતે રાખ્યું હતું.

    મુંબઈ : સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh bachchan) ઘણીવાર 'કૌન બનેગા કરોડપતિ 13'ના (kaun banega crorepati 13) સેટ પર પોતાના પરિવાર અને પોતાના સાથે સંબંધિત ખુલાસા કરે છે. KBC 13ના લેટેસ્ટ એપિસોડમાં તેમણે પોતાના જીવન અને ફિલ્મો સાથે જોડાયેલી એક એવી વાત જાહેર કરી હતી જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. લેટેસ્ટ એપિસોડમાં તેમણે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમને પોતાનું નામ અમિતાભ બચ્ચન મળ્યું. 'કેબીસી 13'ના આ એપિસોડમાં ઉત્તરાખંડના સ્પર્ધક મોહિત કુમાર જોશી હોટ સીટ પર હાજર હતા. મોહિત રમૂજી અંદાજમાં પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા. તે જ સમયે, સ્પર્ધકે તેના ભાઈ-બહેનો વિશે કહ્યું કે તેઓ દરેક જગ્યાએ તેની પાછળ આવે છે. મોહિત વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે. કોલકાતાની પ્રખ્યાત ટ્રાન્સપોર્ટ ટ્રામ વિશે પૂછવામાં આવતા અમિતાભ બચ્ચન તેમની યાદોમાં ખોવાઈ ગયા હતા.

    બિગ બીએ તેના કોલકાતાના દિવસોને યાદ કર્યા અને મોહિત સહિતના પ્રેક્ષકો સાથે શેર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, અભ્યાસ પૂરો કર્યા પછી તે ત્યાં નોકરી માટે ગયા હતા. તે દરરોજ ભીડવાળી ટ્રામમાં મુસાફરી કરતા હતા. તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે તે સમયે તેમણે ૨ રૂપિયાનો પાસ લીધો હતો.

    શો દરમિયાન મોહિતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો - 'ખાદી કે ફૂલ' નામનું પુસ્તક ડૉ. હરિવંશ રાય બચ્ચન અને અન્ય એક પ્રખ્યાત સાહિત્યકાર દ્વારા સંયુક્ત પણે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એ સાહિત્યકારનું નામ શું હતું? મોહિત આ સવાલનો જવાબ આપી કહે છે કે બીજા સાહિત્યકારનું નામ સુમિતરંનંદન પંત હતું. તે જવાબ સાચો હતો.

    આ પણ વાંચો: Cruise Drugs Case: આર્યન ખાનને રાહત નહીં, કોર્ટે ફરીથી નકારી જામીન અરજી

    ત્યારબાદ બિગ બી કહે છે કે, સુમિતરનંદન પંત તેમના પિતાના ખૂબ નજીકના મિત્ર હતા. તે ઘણીવાર તેમના ઘરે આવતા હતા. પછી તે કહે છે કે, સુમિતરંનંદન પંતજીએ જ મને નામ આપ્યું હતું. જે દિવસે પંતજી તેમના ઘરે આવ્યા તે દિવસે તેમનો જન્મ થયો અને તેમણે તેમનું નામ અમિતાભ રાખ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનમાં તેમણે પોતાના નામ વિશે પણ વાત કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે અગાઉ પરિવાર દ્વારા તેમનું નામ ઇન્કલાબ રાખવાનું વિચાર્યુ હતું. જો એવું હોત તો આજે તેમનું નામ 'ઇન્કલાબ બચ્ચન' હોત.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Aamitabh Bachchan, Amitabh Bachachan અમિતાભ બચ્ચન, KBC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन