નવી દિલ્લી: બોલીવૂડના મહાનાયક (Bollywood mahanayak) અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) સૌથી પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિ 13નો (kaun banega crorepati 13) આ વર્ષનો પહેલો કરોડપતિ કંટેસ્ટેન્ટ મળી ગયો છે. હિમાની બુંદેલા (Himani Bundela) આ વર્ષની પહેલી કરોડપતિ બની ચુકી છે. અત્યાર સુધીના તમામ સવાલોના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયા જીતી ગઈ છે. અને હવે આ સાથે કૌન બનેગા કરોડપતિ 13ની પ્રથમ હિમાની બુદેલા સૌથી પહેલી મહિલા કરોડપતિ બની ગઈ છે.
હવે હિમાનીની સામે સાત કરોડ રૂપિયાનો સવાલ હશે. પરંતુ હવે તેની પાસે કોઈ પણ લાઈફ-લાઈન નથી હચી. હવે જોવાનું એ છે કે હિમાની 7 કરોડ રૂપિયાનું જોખમ લે છે કે નહિ હવે અમે તમને એ બતાવી રહ્યા છે કે. ક્યા સવાલનો જવાબ આપીને હિમાની એક કરોડ રૂપિયા જીતી છે.
ઉલ્લેખનીય છે કે હિમાની નેત્રહીન છે પરંતુ તેમની અંદર હૌસલાની બિલકુલ પણ કમી નથી. તે એક જિંદાદિલ યુવતી છે. અને ખુબ જ બિંદાસ પણ છે. તે કહે છે કે કેબીસીમાં આવવાનો સૌથી મોટો ટાર્ગેટ છે જે દિવ્યાંગ બાળકો માટે અવેરનેસ પ્રોગ્રામ પોતાના સ્કૂલમાં ચલાવે છે. આવો જ પ્રોગ્રામ દરેક કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં ચલાવવામાં આવે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર