KBC 13માં આ વખતે થવા જઈ રહ્યા છે 5 મોટા ફેરફાર, હવે આ શોમાં નહીં હોય ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ

ફાઈલ તસવીર

5 big changes in KBC 13: KBCની નવી સીઝનમાં અનેક ફેરફાર જોવા મળશે. KBCમાં 5 મોટા ફેરફાર થશે. શોમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ (Fastest Finger First) જોવા નહીં મળે. ગત વર્ષે કોવિડ-19ના કારણે આ શોનું શુટીંગ કરવામાં આવ્યું નહોતું. આ વખતે શોમાં ફરીથી દર્શકો જોવા મળશે.

  • Share this:
    5 big changes in KBC: ‘કોન બનેગા કરોડપતિ 13’ (Kaun Banega Crorepati 13) આગામી સપ્તાહથી શરૂ થવા જઈ રહ્યું છે. KBCની આ સીઝનની થીમ ‘જવાબ આપ હી હો’ છે, જેમાં દરેક વ્યક્તિ તેમના ‘જ્ઞાન, ધ્યાન અને સમ્માન’ની ઊજવણી કરશે. આ સીઝનમાં પણ દર વખતની જેમ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જ શો હોસ્ટ કરશે. KBC 13 માટે અમિતાભ બચ્ચન ખૂબ જ એક્સાઈટેડ છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, સ્ટુડિયો દર્શકોનું ફરીથી સ્વાગત કરવા માટે એક્સાઈટેડ છે.

    KBCની નવી સીઝનમાં અનેક ફેરફાર જોવા મળશે. KBCમાં 5 મોટા ફેરફાર થશે. શોમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ (Fastest Finger First) જોવા નહીં મળે. ગત વર્ષે કોવિડ-19ના કારણે આ શોનું શુટીંગ કરવામાં આવ્યું નહોતું. આ વખતે શોમાં ફરીથી દર્શકો જોવા મળશે.

    આ બદલાવ થયા છે KBCમાં

    1. KBCમાં હોટ સીટ પર બેસવા માટે ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ- ત્રિપલ ટેસ્ટ’માં ફેરફાર કરવામાં આવ્યો છે. KBC 13માં સામાન્ય જ્ઞાનના 3 સવાલોનો ઓછામાં ઓછા સમયમાં જવાબ આપીને હોટ સીટ પર બેસવાની તક મળશે.

    2. KBC 13માં લાઈફ લાઈનમાં પણ ફેરફાર જોવા મળશે. કોવિડ-19 દરમિયાન સીઝન 12માં ‘ઓડિયન્સ પોલ’ લાઈફ લાઈન ખતમ કરી દેવામાં આવી હતી, તેની જગ્યાએ એક નવી લાઈફ લાઈન ‘વિડીયો અ ફ્રેન્ડ’ શરૂ કરવામાં આવી હતી. જોકે, હવે KBC 13માં ‘વિડીયો અ ફ્રેન્ડ’ લાઈફ લાઈન આપવામાં નહીં આવે. કારણ કે હવે શોમાં દર્શકો પણ જોવા મળશે, જેથી KBC 13માં ‘ઓડિયન્સ પોલ’ની સાથે સાથે અન્ય ત્રણ લાઈફ લાઈન આપવામાં આવશે. અન્ય બે લાઈફ લાઈનમાં ‘50:50, આસ્ક ધ એક્સપર્ટ અને ફ્લિપ ધ કવેશ્ચન’ શામેલ છે.

    3. અમિતાભ બચ્ચને કર્મવીર એપિસોડમાં વાસ્તવિક જીવનના નાયકોની મેજબાની કરી હતી. ત્યારે KBC-13માં દર શુક્રવારે ‘શાનદાર શુક્રવાર’ મનાવવામાં આવશે. આ સ્પેશિયલ એપિસોડમાં જીવનના તમામ ક્ષેત્રના સેલિબ્રિટી મહેમાન સામાજિક હેતુથી આ ગેમ રમશે.

    4. ગેમ ટાઈમર પ્રતિયોગિતાને તેમની સીટના કિનારા પર રાખે છે. તેનું નામ બદલીને ‘ધૂક-ધૂકી જી’ કરવામાં આવ્યું છે. હોટ સીટ પર બેસતા જ લોકોની હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય છે, આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે.

    5. નવા સેટને નવો લુક અને ફીલ આપવામાં આવ્યો છે. આ સેટ LED દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે, ઑગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવાથી ગેમ રમવાનો ઉત્સાહ બમણો થઈ જશે.

    આ પણ વાંચોઃ-કરીના કપૂરે તોડ્યું મૌન, સીતાના રોલ માટે 12 કરોડ માંગવા પર કરવામાં આવી હતી ટ્રોલ

    આ પણ વાંચોઃ-https://gujarati.news18.com/photogallery/entertainment/malaika-arora-and-arbaaz-khan-in-a-family-lunch-together-ap-1124622.html

    ઉલ્લેખનીય છે કે, KBC પ્લે અલોન્ગ સોની લિવ પર જોવા મળશે, જ્યાં કોઈપણ વ્યક્તિ લાઈવ ગેમ રમી શકે છે અને રોમાંચક પુરસ્કાર જીતી શકે છે. સૌથી વધુ સ્કોર કરનારને સીઝનના છેલ્લા સપ્તાહમાં અસલી રમત માટે અમિતાભ બચ્ચન સાથે જોડાવાની તક પણ મળી શકે છે. કોન બનેગા કરોડપતિની 13મી સીઝન 23 ઓગસ્ટથી સોની ટીવી પર રાત્રે 9 વાગ્યે સોમવારથી શુક્રવાર પ્રસારિત કરવામાં આવશે.
    Published by:ankit patel
    First published: