KBC 13: સુનીલ શેટ્ટી-જેકી શ્રોફ સાથે થશે ધમાલ; સુનીલ શેટ્ટીની પોસ્ટ પર ટાઇગરે કરી આવી કોમેન્ટ

હોટ સીટ પર સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ.

KBC 13: ક્વીઝ શો ‘કેબીસી 13’ (KBC 13)ના આગામી ‘શાનદાર શુક્રવાર’માં બોલિવુડ સ્ટાર તેમજ મિત્રો એવા જેકી શ્રોફ (Jackie Shroff) અને (Suniel Shetty) જોવા મળશે. સુનીલ શેટ્ટીએ શોની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે જેમાં તે અને જગ્ગૂ દાદા હોટ સીટ પર બેઠાં છે.

  • Share this:
    નવી દિલ્હી. ‘કેબીસી 13’ (KBC 13)નો આવનારો શુક્રવાર ખરેખર શાનદાર થવાનો છે, જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બોલિવૂડના બે દમદાર એક્ટર્સ જેકી શ્રોફ (Jackie Shroff) અને સુનીલ શેટ્ટી (Suniel Shetty) સાથે સવાલ-જવાબ કરતા જોવા મળશે. નોંધનીય છે કે, બિગ બી સામાન્ય જ્ઞાન ઉપરાંત એક્ટર્સને પર્સનલ અને પ્રોફેશનલ જીવનથી જોડાયેલા સવાલો પણ પૂછશે. આ ખાસ એપિસોડમાં દર્શકોને પોતાના મનપસંદ કલાકારોની નવી અને રસપ્રદ વાતો જાણવાનો મોકો મળશે એટલે તેઓ આ એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટીએ કેબીસીના સેટ પર જેકી શ્રોફ સાથે ફોટો શેર કરતા લખ્યુ છે કે, કિધર અપુન લોગ? આ ફોટો પર જેકી શ્રોધના પુત્ર ટાઇગર શ્રોફે કોમેન્ટ કરતા ઇમોજી બનાવી છે.

    શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)માં દર શુક્રવારે જુદા-જુદા ફિલ્ડની જાણીતી વ્યક્તિ આવે છે. આ વખતે સુનીલ અને જેકી આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ શો દ્વારા જીતેલી રકમ લોકોના કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓને ડોનેટ કરશે. જેકી આ રકમ ‘Thalassemics India’ને ડોનેટ કરશે, તો સુનીલ ‘વિપલા ફાઉન્ડેશન’ને દાન આપશે. સુનિલે ‘કેબીસી’ના સેટનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘કિધર અપુન લોગ? જેકી શ્રોફ...’

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ સુનીલ શેટ્ટીએ જેકી શ્રોફ સાથેની મિત્રતાના 45 વર્ષ સેલિબ્રેટ કર્યા હતા. આ બંને કલાકારોએ ‘બોર્ડર’, ‘બાઝ: અ બર્ડ ઇન ડેન્જર’ અને ‘રેફ્યુજી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.




    અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, "અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતા પાસેથી જ્ઞાન અને શિસ્તના પાઠ શીખીને હંમેશાની જેમ દિગ્મૂઢ બની જવાય છે. જે બાદમાં તમે કાયમી કરોડપતિ બનીને નીકળો છો. અમીતજી, આ ક્ષણ માટે તમારો આભાર."

    આ પણ વાંચો: KBC 13: અમિતાભ બચ્ચને પૂછેલા પાકિસ્તાન અંગેના સવાલ પર સહેવાગે મારી સિક્સર, જુઓ Video

    ઉલ્લેખનીય છે કે આ પહેલા કેબીસી-13ની હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા અને પી.આર. શ્રીજેશ નજરે પડ્યા હતા. આ એપિસોડને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: