Home /News /entertainment /અક્ષય કુમારની 'સૂર્યવંશી'ની હિરોઇન થઇ નક્કી, ફરી જમાવશે કેટરિના સાથે જોડી

અક્ષય કુમારની 'સૂર્યવંશી'ની હિરોઇન થઇ નક્કી, ફરી જમાવશે કેટરિના સાથે જોડી

કેટરિના કૈફની સાથે અક્ષય કુમાર 'સિંઘ ઇઝ કિંગ', 'નમસ્તે લંડન', 'દે ધના ધન' અને 'વેલકમ'માં નજર આવી ચુક્યો છે.

કેટરિના કૈફની સાથે અક્ષય કુમાર 'સિંઘ ઇઝ કિંગ', 'નમસ્તે લંડન', 'દે ધના ધન' અને 'વેલકમ'માં નજર આવી ચુક્યો છે.

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'ની જાહેરાત 'સિમ્બા'નાં અંતમાં જ થઇ ગઇ. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે તે વાતની જાહેરાત ફિલ્મનાં ક્લાઇમેક્સમાં અજય દેવગણ કરતો નજર આવે છે. પણ ફિલ્મની હિરોઇન કોણ છે તે વાત અત્યાર સુધી નક્કી ન હતી. પણ હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કેટરિના કૈફ જોડી જમાવશે.

અક્ષય અને કેટરિનાની હિટ જોડી 'સૂર્યવંશી' પહેલા આપ 'સિંઘ ઇઝ કિંગ', 'નમસ્તે લંડન', 'દે ધના ધન' અને 'વેલકમ'માં જોઇ ચુક્યા છો. આપને જણાવી દઇએ કે 'સૂર્યવંશી' ફિલ્મ 'સિંઘમ', 'સિંઘમ રિટર્ન્સ' અને 'સિમ્બા' પછી ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વીર સૂર્યવંશીનો રોલ અદા કરી ર્યો છે જે એન્ટી ટેરરિઝમ સ્‌વોડનો ચીફ છે. આ ફિલ્મ 30 જુલાઇ 2020નાં રિલીઝ થવાની છે.




30 જુલાઇ 2020નાં રોજ બોક્સ ઓફિસ પર 'સૂર્યવંશી', 'ઈન્શાઅલ્લાહ' અને ' RRR'ત્રણ મોટી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે.
First published:

Tags: Katrina kaif, Rohit Shetty, Work, અક્ષય કુમાર