કેટરિના કૈફે શૂટ પહેલાં કરાવ્યો COVID-19 ટેસ્ટ, VIDEO શેર કરી બોલી- સેફ્ટી ફર્સ્ટ

કેટરિના કૈફે કરાવ્યો કોવિડ-19 ટેસ્ટ

કેટરિના કૈફ (Katrina Kaif) એ તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કોરોના ટેસ્ટ (Covid-19 Test) કરાવતી નજર આવી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'શૂટ પર જતા પહેલાં ટેસ્ટિંગ. આ જરૂરી છે. તમામે કરાવવું જોઇએ.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ (Katrina Kaif) લોકડાઉન બાદ હવે કામે પરત ફરી ગઇ છે. જોકે તેણે પણ સામાન્ય લોકોની જેમ કોરોનાનો ડર સતાવે છે. (corona virus). આ વચ્ચે તેણે તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એખ વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ (Katrina Kaif viral Video) થઇ રહ્યો છે.

  કેટરીના કૈફે પોતે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'શૂટ પર જતા પહેલાં ટેસ્ટિંગ. આ જરૂરી છે. તમામે કરાવવું જોઇએ.' વીડિયોમાં ડોક્ટર્સ PPE કિટમાં કેટરિનાનો કોરોના વાયરસ ટેસ્ટ કરતાં નજર આવે છે. તો કેટરિના વ્હાઇટ કલરનાં કપડામાં નજર આવી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન પહેલાં તે આરામથી બેસેલી હતી અને ટેસ્ટ થતાંજ હસવાં લાગે છે.
  View this post on Instagram


  A post shared by Katrina Kaif (@katrinakaif)


  આપને જણાવી દઇએ કે, હાલમાં જ તે માલદિવ્સથી પરત આવી છે. એવામાં સેફ્ટીને ધ્યાનમાં રાખતા તેણે કોરોના ટેસ્ટ કરાવી લીધો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના કૈફ, રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં નજર આવવાની છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ પહેલાં માર્ચમાં રિલીઝ થવાની હતી. પણ કોરોના અને લોકડાઉનને કારણે હવે આ ફિલ્મની રિલીઝ ટળી ગઇ છે.

  આ પણ વાંચો- Drugs Caseમાં ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા ન્યાયિક હિરાસતમાં, બેલ પર આજે સુનાવણી

  આ ઉપરાંત કેટરિના કૈફ ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની સાથે 'ફોન ભૂત'માં નજર આવશે. ફિલ્મની કહાની ઘોસ્ટબસ્ટર્સની આસપાસ ફરતી નજર આવે છે. આ તમામ ઉપરાંત કેટરિનાની પાસે અન્ય પણ ઘણાં પ્રોજેક્ટ્સ છે.
  Published by:Margi Pandya
  First published: