ન્યૂઝ18 ગુજરાતી: આજકાલ બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ ફિલ્મ 'ભારત'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સામે આવી ચૂકી છે, જ્યારે ફરી એકવાર ફિલ્મના સેટ પરની એક તસવીર સામે આવી છે.
કેટરિનાએ શેર કરી 'લંચ'ની તસવીર
કેટરિના કૈફ અને સલમાન ખાન આજકાલ 'ભારત'નું શૂટિંગ કરી રહ્યાં છે. કેટરિના કૈફે ફિલ્મની ટીમ સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે લંચ બ્રેક એન્જોય કરતી જોવા મળી રહી છએ. આ તસવીરમાં કેટરિના સાથે સુનીલ ગ્રોવર અને ફિલ્મ સાથે જોડાયેલી ટીમ નજરે પડે છે. આ તસવીર શેર કરતાં કેટરિનાએ લખ્યું- 'લંચ બ્રેક'.
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ભારત' ઇદ પર રીલિઝ થશે. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના 5 જુદા-જુદા લુકમાં જોવા મળશે. ફિલ્મમાં દિશા પટની, સુનીલ ગ્રોવર, તબ્બુ અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર