Home /News /entertainment /

કેટરીના કૈફ બનવાની હતી 'Zero', પરંતુ 'તે' આવ્યો અને બધુ જ બદલાય ગયું

કેટરીના કૈફ બનવાની હતી 'Zero', પરંતુ 'તે' આવ્યો અને બધુ જ બદલાય ગયું

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની આવનાર ફિલ્મ 'Zero'નું ટીઝર રિલીઝ થયા બાદ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ઢિંગણાના રૂપમાં અભિનય કરતા જોવા મળી રહેલો શાહરૂખ છવાય ગયો છે. કિંગ ખાન સિવાય આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ રોલમાં છે. હાલમાં જ કેટરીનાએ ફિલ્મને લઈને એક સારી વાત જણાવી છે. કેટરીનાએ કહ્યું કે પહેલા તે આ ફિલ્માં 'Zero' વાળો રોલ કરવાની હતી. ત્યારે આ ફિલ્મનું નામ `કેટરીના મેરી જાન' હતું. અને શાહરૂખ આ ફિલ્મનો ભાગ ન હતાં.

તેનો મતલબ છે કે કિંગ ખાનની એન્ટ્રી બાદ કેટરીનાનો રોલ અને ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું. પરંતુ જે થાય છે તે સારા માટે થાય છે. કારણ કે શાહરૂખને આ અંદાજમાં જોવોથી તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. અને આ જ કારણ છે કે ફિલ્મનું ટીઝર ઇન્ટરનેટ પર છવાયેલું છે. હવે તમામ લોકોને ફિલ્મના ટ્રેલરની રાહ જોય રહ્યાં છે. કારણ કે બધાને એ જાણવાની આતુરતા છે કે કેટરીના અને અનુષ્કા આ ફિલ્મમાં ક્યો કિરદાર નિભાવી રહી છે. આનંદ. એલ. રાયના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ ડિસેમ્બર 2018માં રિલીઝ થશે. આ ફિલ્મથી જોડાયેલી એક ખાસ વાત એ છે કે શાહરૂખ-કેટરીના અને અનુષ્કા વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'જબ તક હે જાન' બાદ એક સાથે જોવ મળશે.
First published:

Tags: Katrina kai, Katrina kaif, Shahrukh Khan, Zero

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन