Home /News /entertainment /કેટરીના કૈફે લગ્ન માટે મૂકી હતી શરત, વિકી કૌશલના વચન બાદ રાજી થઈ અભિનેત્રી, શરત જાણી આશ્ચર્ય થશે
કેટરીના કૈફે લગ્ન માટે મૂકી હતી શરત, વિકી કૌશલના વચન બાદ રાજી થઈ અભિનેત્રી, શરત જાણી આશ્ચર્ય થશે
કેટરીના કૈફ અને વિક્કી કૌશલ (ફોટો ક્રેડિટ - Instagram @katrinakaif)
વિકી કૌશલ માટે કેટરિનાને લગ્ન (Vicky Kaushal Katrina Kaif Wedding) માટે મનાવવી ખૂબ મુશ્કેલ હતું. કેટરીનાની એક મિત્રે વિકી સાથે લગ્ન કરવા માટે રાજી થતા પહેલા એક શરતનો ખુલાસો કર્યો છે. આ શરત તમને આશ્ચર્યચકિત કરી દેશે.
વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન (Vicky Kaushal Katrina Kaif Wedding) કર્યા હતા. લગ્ન પછી, કેટરિના-વિકી તેમના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પરંતુ વિકી કૌશલ માટે કેટરિનાને લગ્ન માટે મનાવવી ખૂબ મુશ્કેલ હતું. કેટરીનાની એક મિત્રે વિકી સાથે લગ્ન કરવા માટે રાજી થતા પહેલા એક શરતનો ખુલાસો કર્યો છે. આ શરત તમને આશ્ચર્યચકિત કરી દેશે.
કેટરિના કૈફ (Katrian Kaif)ના એક મિત્રએ પત્રકાર સુભાષ કે ઝાને કહ્યું, “આ બધું અચાનક થયું. તેમની મીટિંગ, કોર્ટશિપ, રોમાન્સ, લગ્ન. વિકી કૌશલે તેના બે મહિનાના સંબંધમાં નક્કી કર્યું હતું કે, કેટરિના તે સ્ત્રી છે જેની સાથે તે તેનું જીવન પસાર કરવા માંગતો હતો. કેટરિનાને આ વાતનો બિલકુલ ખ્યાલ નહોતો. તેણીના અગાઉના બ્રેક-અપથી તે હજી પણ દુખી હતી. તે વિકીને પસંદ કરતી હતી, પણ તેને થોડો સમય જોઈતો હતો.
કેટરિના કૈફના મિત્રએ કહ્યું કે, 'કેટરિનાએ લગ્ન માટે હા પાડી ત્યાં સુધી વિકી તેની પાછળ ગયો હતો. પછી કેટરિનાએ લગ્ન પહેલા એક શરત મૂકી. વિકીએ તેના પરિવાર (Katrian Kaif Family), તેની માતા અને ભાઈ-બહેનોને પણ એવો જ પ્રેમ અને આદર આપવો પડશે જે વિકી તેને આપે છે." હવે કેટરિના એ જોઈને ખૂબ જ ખુશ છે કે, વિકી તેના ભાઈ-બહેનો સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે, મિત્રએ ખુલાસો કર્યો, “લગ્ન પહેલાં, તેઓ વિકી કૌશલને મળ્યા પણ નહોતા. હવે, એવું લાગે છે કે તેઓ તેને લાંબા સમયથી ઓળખે છે."
કેટરિનાએ પરિવાર અને બહેનોને પોતાની તાકાત જણાવી
કેટરિના કૈફે તાજેતરમાં લગ્નની એક તસવીર શેર કરી છે, જેમાં કેટરિના કૈફની બહેનો તેને વરમાળા માટે લઈ જઈ રહી છે. આ તસવીરો જોઈને લાગે છે કે, તેની બહેનોએ તેની બહેનના લગ્ન માટે પેસ્ટલ પિંક કલર પસંદ કર્યો હતો. દરેક વ્યક્તિ જોવામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો, કેટરિના કૈફે આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "સાથે મોટા થયા ત્યારે, અમે બહેનોએ હંમેશા એકબીજાની રક્ષા કરી. તે મારી તાકાત છે અને અમે એકબીજાને જમીન સાથે જોડાયેલા રાખીએ છીએ. હું ઈચ્છું છું કે તે હંમેશા આવું જ રહે."
હનીમૂન પરથી પરત ફર્યા બાદ કેટરીના-વિકી ફિલ્મોની તૈયારી શરૂ કરશે
કેટરિના અને વિકી હનીમૂન પર માલદીવ ગયા છે. બંને આજે મુંબઈ પાછા આવી રહ્યા છે. અહેવાલ મુજબ, ટૂંક સમયમાં બંને કલાકારો પોતપોતાની ફિલ્મોના સેટ પર પાછા ફરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટરીના સલમાન સાથે ટાઇગર 3નું શૂટિંગ ફરી શરૂ કરશે. જ્યારે વિકી કૌશલ પાસે 'સામ બહાદુર' અને 'ગોવિંદા નામ મેરા' સહિત ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર