Finally! કેટરિનાએ સલમાનને કર્યુ પ્રપોઝ, પૂછી લીધું- 'લગ્ન ક્યારે કરવા છે?'

News18 Gujarati
Updated: May 26, 2019, 10:59 AM IST
Finally! કેટરિનાએ સલમાનને કર્યુ પ્રપોઝ, પૂછી લીધું- 'લગ્ન ક્યારે કરવા છે?'
સલમાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે?'

સલમાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે?'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડનાં 'સલ્તાન' સલમાન ખાનનાં લગ્નની ચિંતા આખા દેશની જનતાને છે. જ્યારે પણ સલમાન કોઇપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાય છે તો તેને એક સવાલ જરૂર પુછવામાં આવે છે કે ક્યારે લગ્ન કરશો આપ.. પણ આ સવાલનો જવાબ ક્યારેય સલમાન ખાન આપતો નથી. પણ આ વખતે જ્યારે જાહેરમાં જ કેટરિના કૈફે સલમાન સામે લગ્નનું પ્રપોઝલ મુકી દીધુ છે ત્યારે હવે સલમાન ખાન તેનો શું જવાબ આપે છે તે તો આપને ઇદનાં દિવસે જ ખબર પડશે.

આપને થશે કે આવું કેવી રીતે.. તો આપને જણાવી દઇએ કે કેટરિના કૈફે ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનને પ્રપોઝ કર્યો છે. આ પ્રપોઝલની વીડિયો ક્લિપ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.આ ક્લિપમાં કેટરિના કૈફ સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. બસ સલમાન ભાઇનાં ફેન્સને બીજું શું જોઇે.. વીડિયો ઇન્ટરનેટ પર એ રીતે વાયરલ થયો છે કે ભાઇજાનના લગ્નની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

આ વીડિયોમાં સલમાન ખાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે કે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે? બસ કેટરિનાની વાત સાંભળીને સલમાન ઉધરસ ખાવા લાગે છે.' આ ફિલ્મનો ડાયલોગ પ્રોમો છે. જે હાલમાં ચારેય તરફ છવાઇ ગયો છે.

આપને જણાવી દઇએ કે, સલમાન અને કેટિરનાની ફિલ્મ 'ભારત' ઇદનાં દિવસે 5 જૂનનાં રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના સીવાય, દિશા પટ્ટની, જેકી શ્રોફ, તબ્બૂ, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર પણ લિડ રોલમાં
છે.

આ પણ વાંચો આ એક્ટરની પત્નીને હતી પોર્ન જોવાની લત, પોતે કર્યો ખુલાસો
First published: May 26, 2019, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading