Home /News /entertainment /કેટરિના કૈફ છે પ્રેગનેન્ટ! પતિ વિક્કી કૌશલ સાથે ફ્લોન્ટ કર્યો બેબી બંપ, આ નવી પોસ્ટ તમે જોઇ કે નહીં
કેટરિના કૈફ છે પ્રેગનેન્ટ! પતિ વિક્કી કૌશલ સાથે ફ્લોન્ટ કર્યો બેબી બંપ, આ નવી પોસ્ટ તમે જોઇ કે નહીં
Photo Credit : @katrinakaif Instagram
Katrina Kaif Pregnant:કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર જે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં એક્ટ્રેસે પોતાની પ્રેગનેન્સી છુપાવી નથી પરંતુ પતિ વિક્કી કૌશલ (Vicky Kaushal) સાથે પોતાનો બેબી બંપ પણ ફ્લોન્ટ કર્યો છે.
Katrina Flaunts Baby Bump with Hubby: કેટરિના કૈફની પ્રેગનેન્સીના સમાચાર પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે. તેના દરેક પબ્લિક અપિયરન્સ અને એરપોર્ટ લુક પર તેની પ્રેગનેન્સીની ચર્ચા શરૂ થઇ જાય છે. કેટરિના કૈફની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સને વિશ્વાસ થઇ ગયો છે કે કેટરિના જલ્દી જ મા બનાવી છે (Katrina Kaif going to be a mother).
કેટરિના કૈફે લેટેસ્ટ પોસ્ટમાં પોતાની પ્રેગનેન્સીને છુપાવી નથી. પરંતુ પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરમાં વિક્કી કેટરિના સાથે છે અને તેનો બેબી બંપ પોતાના હાથમાં પકડીને ઉભી છે.
કેટરીના કૈફે હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર ક્રિસમસની તસવીરો શેર કરી છે. કેટરિનાએ શેર કરેલા બે ફોટામાં, પહેલા ફોટોમાં તે તેના પતિ, સાસુ-સસરા અને બહેન સાથે ઉભી છે અને બીજા ફોટામાં એક્ટ્રેસ તેના પતિ સાથે ક્રિસમસ ટ્રીની સામે રોમેન્ટિક પોઝ આપી રહી છે. આ બીજા ફોટોમાં વિક્કી કેટરિના ઉભી નથી, આ ફોટોમાં તેનો પોલરોઈડ ફોટો છે જે ક્રિસમસ ટ્રી પર લાગેલો છે.
કેટરિનાએ પતિ વિક્કી સાથે ફ્લોન્ટ કર્યો બેબી બંપ
આ બીજા પોલરોઇડ ફોટોમાં, વિક્કી કેટરિનાને પાછળથી પકડીને ઉભો છે અને કેટરિનાના પેટ પર તેનો બીજો હાથ છે. જો તમે આ ફોટાને ઝૂમ કરો છો, તો કેટરિનાનો બેબી બમ્પ જોઈ શકાય છે જે વિકી કૌશલે પકડ્યો છે. આ ફોટો દૂરથી શેર કરવામાં આવ્યો છે જેથી કેટરિનાની પ્રેગ્નન્સીની હિંટન મળે. પરંતુ ભલે દૂરથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે પરંતુ, કેટરિનાએ આ ફોટામાં તેની પ્રેગ્નન્સી છુપાવી નથી પરંતુ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે.
જણાવી દઈએ કે વિકીએ પણ આ જ ફોટો પોસ્ટ કર્યો છે. ફેન્સને આશા છે કે તેમનું અનુમાન સાચું છે અને કેટરિના અને વિકી ટૂંક સમયમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર