આથી કેટરિના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે સલમાન ખાન, થયો ખુલાસો

News18 Gujarati
Updated: April 26, 2019, 6:28 PM IST
આથી કેટરિના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે સલમાન ખાન, થયો ખુલાસો
ઇન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ સલમાન ખાનના વખાણ કર્યા

કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. જે બાદ ફિલ્મને લઇને ચર્ચાઓ થઇ રહી છે. આવામાં કેટરિના કૈફે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ અને સલમાન ખાન અંગે ખુલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન કેટરિનાએ સલમાન ખાનના વખાણ કર્યા હતા.

એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં કેટરિનાએ કહ્યું કે, જ્યારે હું અને સલમાન સાથે કામ કરીએ છીએ તો અમારી સૌથી સારી વાત એ હોય છે કે અમે કામની મહત્તાને સમજીએ છીએ. કામને હંમેશા સીરિયસલી લઇએ છીએ. કામ દરમિયાન 'જોઇશું'વાળી સ્થિતિ બિલકુલ પણ હોતી નથી. સલમાન જાણે છે કે હું પાત્ર અને ફિલ્મને લઇને 1 હજાર ટકા આપું છું. આ વાતોને લીધે જ સલમાનને મારી પર સંપૂર્ણ વિશ્વાસ રહે છે.

કેટરિનાએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે અમે કામ પર આવીએ છીએ તો અમારું એક જ માઇન્ડસેટ હોય છે. અમે સેટ પર આવતાં જ પહેલાં રિહર્સલ કરીએ છીએ. એ પછી જ સીન કરીએ છીએ. આ દરમિયાન અમે કોઇપણ કામ કરવામાં બેદરકારી નથી કરતાં અને કોઇપણ કામને સરળ સમજતાં નથી. સલમાન ફિલ્મના કોઇપણ કામને લઇને કોઇ કસર બાકી રખતો નથી.

આ પણ વાંચો: શાહરૂખ, આમિર અને સલમાને કરી સીક્રેટ મીટિંગ, શેની તૈયારીમાં છે ત્રણેય ખાન?

ઉલ્લેખનીય છે કે, સલમાન અને કેટરિનાની જોડી બોલિવૂડની સૌથી પસંદ કરવામાં આવતી જોડીઓમાંથી એક છે. બન્નેએ સાથે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જેમાં મૈંને પ્યાર ક્યોં કિયા, યુવરાજ, એક થા ટાઇગર, ટાઇગર જિંદા હૈ જેવી ફિલ્મ્સ સામેલ છે.

ઉપરાંત ફિલ્મ 'ભારત'ની વાત કરીએ તો આમાં સમલાન ખાન પાંચ જુદા-જુદા લુક્સમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયા બાદ સલમાન ખાનની સાથે સાથે કેટરિના કૈફના પણ વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મમાં સલમાન, કેટરિનાને 'સર-મેડમ' નામથી બોલવતો નજરે પડી રહ્યો છે. જેથી ફિલ્મમાં સલમાન-કેટરિનાની એક અલગ જ કેમિસ્ટ્રી નજરે પડી શકે છે.
First published: April 26, 2019, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading