ન્યૂઝ18 ગુજરાતી: કેટરિના કૈફ માટે વર્ષ 2018 ખાસ રહ્યો નથી. ગયા વર્ષે તેની બે ફિલ્મ્સ રીલિઝ થઇ હતી. તે આમિર સાથે 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' અને શાહરૂખ ખાન સાથે 'ઝીરો'માં જોવા મળી હતી. આ બન્ને ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ હતી. બીજી બાજુ, તેની પર્સનલ લાઇફ પણ રણબિર કપૂર સાથે બ્રેકઅપ બાદ ખૂબ જ અસ્ત-વ્યસ્ત થઇ ગઇ છે. હાલમાં જ ફિલ્મફેર સાથે થયેલી વાતચીતમાં કેટરિનાએ વર્ષ 2019માં તેની એક ઇચ્છા અંગે જણાવ્યું હતું.
આ ઇન્ટરવ્યૂમાં કેટરિનાને પૂછવામાં આવ્યું હતું કે, આ વર્ષે તે કઇ ત્રણ ઇચ્છા પૂરી થતી જોવા માગે છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, તે બોયફ્રેન્ડ ઇચ્છે છે અને તે એકલી રહેવા નથી માગતી. ઉપરાંત તે પોતાની પ્રોડક્શન કંપની પણ ખોલવા માગે છે.
ઉપરાંત કેટરિનાને પૂછવામાં આવ્યું કે, તેનું અટેન્શન મેળવવા માટે યુવકોમાં કઇ વાત હોવી સૌથી જરૂરી છે. આ અંગે તેણે કહ્યું કે, તે વ્યક્તિમાં સેન્સ ઓફ હ્યુમર સારું હોવું જોઇએ અને તેમાંથી દુર્ગંધ ન આવવી જોઇએ.