કોરોના વાયરસના કારણે કેટરીનાએ સાફ કર્યા વાસણ, તો હિના ખાને માર્યું પોતું

News18 Gujarati
Updated: March 24, 2020, 3:05 PM IST
કોરોના વાયરસના કારણે કેટરીનાએ સાફ કર્યા વાસણ, તો હિના ખાને માર્યું પોતું
કેટરીના કૈફ અને કાર્તિક આર્યન

બોલિવૂડના મોટા સ્ટાર્સ કેવી રીતે સેલ્ફ આઇસોલેશનમાં કરી રહ્યા છે ઘરનું કામ તે જુઓ.

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે તમામ લોકોને ઘરમાં આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. અને આ વાતથી બોલિવૂડના સેલેબ્રિટી પણ બાકી બચી નથી શક્યા. અનેક જાણીતા સેલેબ્રિટીએ તેમને ત્યાં કામ કરતા લોકોને એડવાન્સ સેલેરી આપીને ઘરે મોકલી દીધા છે. અને સેલ્ફ આઇસોલેશનના આ સમયમાં તે પોતાના ઘરના તમામ કામ જાતે જ કરી રહ્યા છે. એટલું જ નહીં હવે આ સેલેબ્રિટી તેમના આ જ ઘર કામ કરતા વીડિયો શેર કરી રહ્યા છે. અને લોકોને પણ ઘરમાં સ્વચ્છતા બનાવી રાખવા, પોતાનું કામ પોતે કરવાની સલાહ આપી રહ્યા છે. જો કે આ બધુ જોઇને તેમના ફેન્સ ખરેખરમાં હેરોન છે. અને આ અંગે સોશિયલ મીડિયામાં વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

કેટરીના કેફે પોતાના સોશિયલ મીડિયામાં વાસણ સાફ કેવી રીતે કરવા અને વાસણ સાફ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તે વાત તેના યુઝર્સને જણાવી હતી. વધુમાં તેણે જણાવ્યું કે તેના ઘરે કામ કરતા લોકો પણ સેલ્ફ આઇસોલેશનમાં છે. જેથી પોતાની બહેન ઇઝાબેલા સાથે કેટરીના વારફરતી વાસણ સાફ કરે છે.
વળી કેટરીના સેલ્ફ ડિસ્ટટીંગના આ સમયે વીડિયો કોલ કરીને મિત્રો સાથે મસ્તી પણ કરી રહી છે તેમ જણાવ્યું. તેની અન્ય એક પોસ્ટમાં તેણે વરુણ અને અર્જૂન કપૂર સાથે એક "isolated r us" નામે એક ક્લબ પણ બનાવી છે. જેમાં ફોન કરીને તે એકબીજા જોડે કેવી રીતે જોડાયેલા રહે છે તે પણ જણાવ્યું હતું.
તો બીજી તરફ કાર્તિક આર્યને પણ પોતાનો એક કૂકર સાફ કરતો વીડિયો મૂક્યો છે. જે તેની બહેન દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. અને તેમાં કાર્તિક કહ્યું છે કે આ તો "કહાની ઘર ઘર કી" છે.


તો બીજી તરફ રણવીર અને દીપિકા પણ આ ખાલી સમયમાં એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. તે સાથે કસરત કરે છે. અને આઇસ્ક્રીમની મોજ માળતા તેમના પણ વીડિયો અને તસવીરો તે શેર કરી ચૂક્યા છે.


વળી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના સેલ્ફ આઇસોલેશન સમયે તે રમૂજી રીતે ટાઇમપાસ કરે છે તે અંગે વીડિયો દ્વારા જણાવ્યું હતું. તમે જાતે જ જોઇ લો.
View this post on Instagram

#NoOneInNoOneOut since we have stopped calling our domestic help due to Covid-19.. Mommy says (Ab khud Kaam karo, I will only cook) And This video is for one purpose only, entertainment entertainment entertainment for us and you all. A tribute to mine and all the mothers out there who do all the house chores day in and day out without a complaint. And being a creative person with a lot of free time .. I will make sure that I keep you guys entertained even if I am quarantined.. #NoVirusCanStopCreativity this is my take with a lil tadka of entertainment on how we should help them in these times specially because now we’re home and well rested.. Also made me realise how difficult it is and yet she does it with perfection and in ease every single day.

A post shared by HK (@realhinakhan) on


વધુમાં ટીવી સીરિયલ અને હાલ ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં હિરોઇન તરીકે ડેબ્યૂ કરનારી હિના ખાને પણ પોતાનો પોતું મારતો ફની વીડિયો પોસ્ટ કર્યો છે. આમ સેલ્ફ આઇસોલેશન અને કોરોના વાયરસના આ સમયમાં બોલિવૂડ સ્ટાર્સ ઘરના આવા જ કંઇક કામ કરીને પોતાની જાતને વ્યસ્ત રાખી રહ્યા છે.
First published: March 24, 2020, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading