હવે કેટરિના કૈફે ખરીદી આટલી મોંઘી કાર, શેર કરી તસવીર

News18 Gujarati
Updated: May 6, 2019, 7:47 PM IST
હવે કેટરિના કૈફે ખરીદી આટલી મોંઘી કાર, શેર કરી તસવીર
કેટરિના કૈફે ખરીદી આ મોંઘી કાર

સિંગર રેપર બાદશાહ બાદ હવે કેટરિના કૈફે પણ નવી કાર ખરીદી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સિંગર રેપર બાદશાહ બાદ હવે કેટરિના કૈફે પણ નવી કાર ખરીદી છે. આ ગાડીને લઇને એક એવી પણ વાત ચાલી રહી છે કે, સલમાન ખાને આ કાર કેટરિના કૈફને ગિફ્ટ કરી છે. જોકે, આ વાતની કોઇ પુષ્ટિ કરાઇ નથી. કેટરિના કૈફ પોતે પણ કાર્સનો શોખ ધરાવે છે. નવી ગાડીને લઇને એક્સાઇટેડ કેટરિનાએ પોતાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. કેટરિના કૈફે એક તસવીર શેર કરી, જેમાં તે ચમકતી નવી વ્હાઇટ કાર સાથે પોઝ આપતી જોવા મળે છે.

2.72 કરોડ રૂપિયાની આ કારને લઇને ચર્ચામાં રહેલી કેટરિના કૈફ એક બીજી પણ કારને લઇને ચર્ચામાં છે. કેટરિના કૈફને 'ભારત'ના એક સીન માટે 1960ના દાયકાની લેન્ડ રોવર ચલાવવાની હતી. પરંતુ કારના માલિકને લાગી રહ્યું હતું કે, કેટરિના આ કાર નહીં ચલાવી શકે. કેટરિનાએ કાર ચલાવીને તેની તસવીર શેર કરતાં લખ્યું કે, મારી પાસે બેસેલ વ્યક્તિ આ કારનો માલિક છે. તેનું માનવું હતું કે, હું આ કાર નહીં ચલાવી શકું, પરંતુ મને વિશ્વાસ હતો કે હું આને ચલાવી લઇશ.
 View this post on Instagram
 

Thank you Modi Motors Jaguar Land Rover Worli for the wonderful experience @landrover_modimotors #RangeRover


A post shared by Katrina Kaif (@katrinakaif) on
 આ પણ વાંચો: 'એવેન્જર્સ એન્ડગેમ'ની ભારતમાં તાબડતોબ કમાણી, આંકડો 300 કરોડને પાર


 કેટરિનાએ આ તસવીર રવિવારે શેર કરી હતી. ઇન્ટરનેટ પર આવતાં જ આ તસવીર વાયરલ થઇ ગઇ હતી અને કેટરિનાના ફેન્સ તેના સ્વેગના વખાણ કરી રહ્યાં હતાં.

 
First published: May 6, 2019, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading