મુંબઈ : વર્ષ 2021ના સૌથી મોટા લગ્ન (Marriage) એટલે કે વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif)ના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા. વિકી-કેટરિનાના લગ્નમાં બધું જ રોયલ (Royal) અને લક્ઝુરિયસ (Luxurious) હતું. તેને વર્ષ 2021ના સૌથી મોંઘા (Rich) લગ્નનું ટેગ આપવામાં આવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે વિકી-કેટરિનાને તેમના મિત્રો (Friends) અને ઈન્ડસ્ટ્રી (Industry)ના લોકોએ આ ભવ્ય લગ્નમાં મોંઘી (Expensive) ભેટ (Gifts) આપી છે.
સૌથી વધુ ચર્ચા કેટરિના કૈફના એક્સ બોયફ્રેન્ડની ગિફ્ટની છે. શું તમે જાણો છો કે રણબીર કપૂર અને સલમાન ખાને કેટરીના કૈફને તેમના લગ્નની ભેટમાં શું આપ્યું છે? આ રિપોર્ટમાં વાત કરીએ કેટરીના-વિકીને મળેલી મોંઘી ગિફ્ટ વિશે.
સલમાન ખાને કેટરીના કૈફને શું ગિફ્ટ આપી?
બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, સલમાન ખાને કેટરિના કૈફને 3 કરોડની રેન્જ રોવર ગિફ્ટ (Salman Khan Katrina Kaif Gift) કરી છે. સલમાન ખાન કેટરિનાને કેટલી પસંદ કરે છે તે કોઈનાથી છૂપું નથી. બ્રેકઅપ પછી પણ બંને કલાકારો વચ્ચે સારું બોન્ડ છે. કેટરીના પણ સલમાન (Salman Khan) સાથે સ્ક્રીન શેર કરે છે. તેમની ઓનસ્ક્રીન જોડી હિટ છે.
રણબીર કપૂરે કેટરીના કૈફને શું ગિફ્ટ આપી?
તે જ સમયે, રણબીર કપૂરે (ranbir kapoor) અભિનેત્રીને હીરાનો હાર ભેટમાં આપ્યો હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. આ ડાયમંડ નેકલેસની કિંમત 2.7 કરોડ જણાવવામાં આવી રહી છે. કેટરીના રણબીર સાથે સલમાનની જેમ સારી બોન્ડ શેર કરતી નથી. બંને સાથે આવવાથી દૂર રહે છે. આવી સ્થિતિમાં રણબીરે કેટરીનાને આપેલી ભેટમાં કેટલી સત્યતા છે તે તો અભિનેત્રી જ સારી રીતે કહી શકે છે.
અન્ય મહેમાનોએ શું ગિફ્ટ આપી
ચાલો અન્ય મહેમાનોની ભેટ વિશે વાત કરીએ. સમાચાર મુજબ, આલિયા ભટ્ટે નવપરિણીત યુગલને પરફ્યુમની ટોપલી ગિફ્ટ કરી છે, જેની કિંમત લાખોમાં છે. કેટરિના કૈફની પાડોશી અનુષ્કા શર્માએ તેને 6.4 લાખની કિંમતની હીરાની બુટ્ટી ભેટમાં આપી છે. તે જ સમયે, શાહરૂખ ખાને નવપરિણીત યુગલને 1.5 લાખની મોંઘી પેઇન્ટિંગ આપવાની વાત સામે આવી રહી છે.
ઋત્વિક રોશને વિકી કૌશલને સુપરબાઈક BMW G310 R ગિફ્ટ કરી છે. તેની કિંમત 3 લાખ છે. તાપસી પન્નુએ વિકી કૌશલને પ્લેટિનમ બ્રેસલેટ આપ્યું છે. જેની કિંમત 1.4 લાખ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર