સલમાનનાં ઘરે લાગ્યો બાપ્પાનો દરબાર, કેટરિનાએ ઉતારી આરતી

News18 Gujarati
Updated: September 3, 2019, 5:13 PM IST
સલમાનનાં ઘરે લાગ્યો બાપ્પાનો દરબાર, કેટરિનાએ ઉતારી આરતી
વીડિયોમાં અલવીરા અને કેટરિના કૈફ સાથે આરતી ઉતારતાં નજર આવે છે

વીડિયોમાં અલવીરા અને કેટરિના કૈફ સાથે આરતી ઉતારતાં નજર આવે છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: દર વર્ષે આખા મહારાષ્ટ્રમાં ગણપતિની પૂજાની ખાસ રોનક હોય છે. મુંબઇમાં ફિલ્મી સિતારાઓ તેમનાં ઘરે બાપ્પાની મૂર્તીનું ધૂમધામથી સ્થાપન કરે છે. આ દરમિયાન તમામ ફિલ્મી સિતારા એક બીજાનાં ઘરે થતી પૂજામાં શામેલ થાય છે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડનાં 'દબંગ' સલમાન ખાનનાં ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના થઇ. સમલાનની માતા સલમા અને દીકરી અર્પિતાએ ગણેશ પૂજા કરી મૂર્તિ સ્થાપિત કરી. આ દરમિયાન મોટાભાગનાં સ્ટાર્સ આ પૂજામાં શામેલ થયાં. જેમાં ખાસ હતી કેટરીના કૈફ. કેટરિના સમલાન ખાનનાં ઘરે ગણપતિ પૂજામાં શામેલ થઇ હતી. તે દર વર્ષે આ પૂજામાં શામેલ થાય છે.

આ વખતે ગણપતિ પૂજાનો વીડિયો અતુલ અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં અલવીરા અને કેટરિના કૈફ પૂજાની થાળી લઇને આરતી કરતી નજર આવે છે. કેટરિના અને સલમાનની બહેન અલવીરાની વચ્ચે સારી એવી કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ બંને ઘણાં સમયથી સારા મિત્રો છે. અને ઘણી પાર્ટીઓમાં પણ સાથે જોવા મળે છે. તો અર્પિતાની સાથે પણ કેટરિનાનાં સંબંધો ઘણાં સારા છે.

દર વર્ષે સલમાનની બહેન અર્પિતા ઘરમાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરે છે. આ સમયે સલમાનનાં ઘરે ફિલ્મી સ્ટાર્સનું આવન જાવન રેહ જ છે. કેટરિના કૈફ પણ તેની નાની બહેન ઇસાબેલની સાથે અર્પિતાનાં ઘરે પહોંચી હતી. અને આરતીમાં શામેલ થઇ હતી.

કેટરિના ઉપરાંત આ મહાઆરતીમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, હેલન, સોહા અલી ખાન, કુનાલ ખેમૂ, દિયા મિર્ઝા, ચંકી પાંડે, પ્રભુદેવા, નીલમ અને સુનીલ ગ્રોવર પણ શામેલ હતા.
First published: September 3, 2019, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading