Home /News /entertainment /

કેટરિના કૈફ અને વિકી કૌશલે ખાસ અંદાજમાં માલદીવમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો: ગિફ્ટનો ફોટો શેર કર્યો

કેટરિના કૈફ અને વિકી કૌશલે ખાસ અંદાજમાં માલદીવમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો: ગિફ્ટનો ફોટો શેર કર્યો

માલદિવમાં પતિ વિકીની સાથે ખાસ અંદાજમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો.

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો ગઈકાલે (16 જુલાઈ) એ બર્થ ડે હતો. આ ખાસ દિવસને તેણે માલદીવમાં ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે સેલિબ્રેટ કર્યો અને તેની કેટલીક ઝલક પણ ફેન્સની સાથે શેર કરી છે.

    બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનો ગઈકાલે (16 જુલાઈ) એ બર્થ ડે હતો. આ ખાસ દિવસને તેણે માલદીવમાં ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે સેલિબ્રેટ કર્યો અને તેની કેટલીક ઝલક પણ ફેન્સની સાથે શેર કરી છે. કેટરિનાના બર્થ ડે સેલિબ્રેશનમાં તેની ખાસ મિત્ર શરવરી વાઘ, કરિશ્મા કોહલી અને મિની માથુર જોવા મળી હતી. તેમજ ફોટોઝમાં તેનો દિયર સની કૌશલ પણ જોવા મળી રહ્યો છે, તેમજ ફોટોઝમાં તેનો દિયર સની કૌશલ અને તેનો પતિ વિકી પણ જોવા મળી રહ્યા છે.



    તેણે એક અન્ય ફોટો શેર કર્યો, જેમાં બર્થ ડે ગિફ્ટ તરીકે વિકી કૌશલ અને તેની એક લાકડાની પોટ્રેટ મળી છે, જેના પર હેપ્પી બર્થ ડે કેટ લખ્યું છે.



    ફોટોને શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, બર્થડેનો દિવસ. તે સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ શેર કર્યું. આ ફોટોઝમાં કેટ વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.



    9 ડિસેમ્બર 2021ના રોજ કેટરિના-વિકીના લગ્ન થયા હતા





    કેટરિના અને વિકીએ ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના સિસ્ક સેંસેસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. બંને 2019થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.




    કેટરિનાનાં અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ટૂંક સમયમાં સલમાન ખાનની સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે. તે સિવાય તે 'ફોન ભૂત' માં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટરની સાથે જોવા મળશે.

    વિકીની વાત કરીએ તો તે સારા અલી ખાનની સાથે 'પ્રોડક્શન નંબર 25' માં જોવા મળશે. તે સિવાય તે ટૂંક સમયમાં 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' અને ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આગામી અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Birthday Special, Katrina kaif, Vicky Kaushal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन