કેટરીના કૈફે ખરીદી સલમાન ખાનની પસંદગીની કાર, કિંમત જાણીને ચોંકી જશો

News18 Gujarati
Updated: March 20, 2019, 9:52 AM IST
કેટરીના કૈફે ખરીદી સલમાન ખાનની પસંદગીની કાર, કિંમત જાણીને ચોંકી જશો
કેટરીના કૈફે નવી કારનો નંબર તેની જૂની ઓડીનો જ લીધો છે. તેમની ઓડીનો નંબર એમએચ 02 સીએસ 8822 છે. હવે નવી રેન્જ રોવરનો નંબર પણ એમએચ 02 સીએસ 8822 છે.

કેટરીના કૈફે નવી કારનો નંબર તેની જૂની ઓડીનો જ લીધો છે. તેમની ઓડીનો નંબર એમએચ 02 સીએસ 8822 છે. હવે નવી રેન્જ રોવરનો નંબર પણ એમએચ 02 સીએસ 8822 છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે તેના કાર કલેકશનમાં એક શાનદાર નામ અને બ્રાન્ડ ઉમેર્યું છે. કેટરીનાના ઘરનો નવો સભ્ય એક ભવ્ય રેન્જ રોવર કાર છે. આ ટોચ મોડેલ કારની કિંમત ભારતમાં 49 લાખથી 65 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે કેટરીનાની નવી કાર નંબર એ છે જે તેની ઓડીનો છે. તમે ઇન્ટરનેટ પર વાયરલ આ તસવીરમાં જોઈ શકો છો. કેટરીનાની ઓડીનો નંબર એમએચ 02 સીએસ 8822 છે. આ સાથે નવી રેન્જ રોવર નંબર પણ એમએચ 02 સીએસ 8822 છે.

તેની નવી કારને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે, કેટરીના હાલમાં જ દુબઈથી પરત ફરી છે. કેટરીના 'ધ બેંગ' ટૂરની મેમ્બર હેઠળ સલમાન ખાન અને જૈકલિન ફર્નાન્ડીઝ સાથે અભિનય કરવા ત્યા પહોંચી હતી. પરંતુ ખરાબ હવામાનને કારણે ઇવેન્ટ રદ કરવામાં આવી હતી.

ફિલ્મ ફ્રન્ટ પર વાત કરીએ તો કેટરીના છેલ્લે 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન'માં જોવા મળી હતી. અત્યારે તેણી પોતાની આગામી ફિલ્મ 'ભારત' ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે ઈદના પ્રસંગે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. સલમાન અને કેટરીનાની છેલ્લી હિટ યાદીને દોતા પ્રેક્ષકોને આ ફિલ્મની મોટી અપેક્ષાઓ છે.
First published: March 20, 2019, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading