Home /News /entertainment /'ભારત'ના સેટ પર કેટરિનાએ ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, વીડિયો વાયરલ

'ભારત'ના સેટ પર કેટરિનાએ ફટકાર્યા ચોગ્ગા-છગ્ગા, વીડિયો વાયરલ

ક્રિકેટ રમતી કેટરિના કૈફ

હાલમાં જ કેટરિના કૈફ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ આજકાલ તેની આગામી ફિલ્મ 'ભારત'ની શૂટિંગમાં વ્યસ્ત છે. કેટરિના ફિલ્મના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જ્યાં હાલમાં જ તેણે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં કેટરિના ક્રિકેટ રમતી જોવા મળી રહી છે.

    આ વીડિયોમાં કેટરિના ચોગ્ગા-છગ્ગા ફટકારતી જોવા મળી રહી છે. જ્યાં વીડિયોમાં રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય'નું ગીત બોકગ્રાઉન્ડમાં સંભળાઇ રહ્યું છે. હાલમાં જ સલમાન ખાને પણ તેના ક્રિકેટ શોર્ટ્સનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.


    આ પણ વાંચો: Bharatના સેટ પર લંચ બ્રેકમાં સુનીલ ગ્રોવર સાથે જોવા મળી કેટરિના

    ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ ફિલ્મ 'ભારત'માં સલમાન ખાન સાથે જોવા મળશે. જેમાં તે ભાઇજાન સાથે રોમાનસ કરતી દેખાશે. ફિલ્મ 'ભારત'નું નિર્દેશન અલી અબ્બાસ જફરે કર્યું છે. ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલિઝ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Batting, Katrina kaif, Video, Viral, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन