Home /News /entertainment /

Vicky-Katrina wedding: વિકી કૌશલ -કેટરીનાના જાજરમાન લગ્ન! કર્ણાટક અને થાઇલેન્ડથી આવ્યા શાકભાજી

Vicky-Katrina wedding: વિકી કૌશલ -કેટરીનાના જાજરમાન લગ્ન! કર્ણાટક અને થાઇલેન્ડથી આવ્યા શાકભાજી

વિકી-કેટરીનાના લગ્ન સમારોહમાં આવેલા વીઆઇપી મહેમાનો માટે 4 ડઝન ક્રોકરી મુંબઇથી મંગાવવામાં આવી છે

Katrina Kaif and Vicky Kaushal wedding Updates - વિકી અને કેટરીનાના લગ્ન માટે દરેક નાનામાં નાની વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કપલ દરેક વસ્તુને ગ્રાન્ડ બનાવવા માંગે છે

મુંબઈ : અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ(Katrina Kaif)ના જાજરમાન લગ્નની તૈયારીઓ (Katrina Kaif and Vicky Kaushals wedding) જોરશોરથી ચાલી રહી છે. ગત રાત્રે વિકી કૌશલના મુંબઇ વાળા ફ્લેટમાં લગ્ન સમારોહ (Vicky-Katrina Marriage Function)ની શરૂઆત થઇ ગઇ છે અને તેમાં કેટરીના કૈફની માતા પણ સામેલ થયા હતા. આજે વિક્કી અને કેટરીના પરીવાર સાથે રાજસ્થાન (Rajasthan) માટે રવાના થઇ ચૂક્યા છે. મુંબઇ એરપોર્ટથી જયપુર માટે બપોરે 12 વાગ્યાની તેમની ફ્લાઇટ હતી. આ વચ્ચે વેડિંગ ડેસ્ટિનેશન (Wedding Destination) સવાઇ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા હોટલમાં તેમના સ્વાગતની તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી છે.

મુંબઇથી મંગાવી ક્રોકરી

વિકી અને કેટરીનાના લગ્ન માટે દરેક નાનામાં નાની વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કપલ દરેક વસ્તુને ગ્રાન્ડ બનાવવા માંગે છે. વિકી-કેટરીનાની સાથે તેમના ગેસ્ટ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, વિકી-કેટરીનાના લગ્ન સમારોહમાં આવેલા વીઆઇપી મહેમાનો માટે 4 ડઝન ક્રોકરી મુંબઇથી મંગાવવામાં આવી છે. આજે બપોર સુધીમાં મુંબઇની એક ફર્મમાંથી 300 ક્રોકરી સેટ પણ મંગાવ્યા છે. આ ક્રોકરી સેટ આજ સુધીમાં સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં પહોંચી જશે.

આ પણ વાંચો - Katrina Kaif Vicky Kaushal Wedding: રાજવી ઠાઠ સાથે થશે લગ્ન,વિકી 7 ઘોડાનાં રથમાં કરશે એન્ટ્રી

કર્ણાટક અને થાઇલેન્ડથી આવશે શાકભાજી

વિકી-કેટરીનાના લગ્ન ખૂબ જ શાનદાર થવા જઇ રહ્યા છે તે હાલ ચાલી રહેલી તૈયારી સાબિત કરે જ છે. દરેક વસ્તુની જેમ લગ્ન માટે દેશના અલગ-અલગ રાજ્યો અને વિદેશમાંથી શાકભાજી મંગાવવામાં આવ્યા છે. થાઇલેન્ડથી પણ અમુક પ્રકારના શાકભાજી મંગાવવામાં આવ્યા છે. તો કર્ણાટકથી લાલ કેળા અને મશરૂમ મંગાવવામાં આવ્યા છે. આ સિવાય પાલક સહિત અનેક શાકભાજી કર્ણાટકથી મંગાવવામાં આવ્યા છે. શાકભાજીનો એક ટ્રક સિસ્ક સેન્સ બરવાડા ફોર્ટ આજે પહોંચ્યો છે.

આવું હશે મેન્યૂ

વિકી કૌશલ અને કેટરીના કેફના મહેમાનોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેના માટે લગ્ન સમારોહમાં ઘણા પ્રકારની ડીશ બનાવવામાં આવી રહી છે. તેમાં કોન્ટિનેન્ટલ ફૂડથી લઇને પારંપરિક રાજસ્થાની અને પંજાબી ફૂડ પણ સામેલ છે. લગ્નમાં રજવાડી ફૂડ આઇટમ પણ રાખવામાં આવી છે.

આ પણ વાંચો - અભિનેત્રી જેકલિનને મળવા સુકેશે હવાઇ યાત્રા પાછળ 8 કરોડનો ખર્ચ કર્યો, નોરા ફતેહીને ગિફ્ટ કરી 1 કરોડની BMW કાર

રજવાડી અંદાજમાં થશે લગ્ન

રાત્રે 9 કલાકે સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં વિકી કૌશલ અને કેટરીના કૈફનો સ્વાગત સમારોહ યોજાશે. સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા હોટલ જીલ્લાના ચોથ કા બરવાડા વિસ્તારમાં સ્થિત છે. વિકી અને કેટરીનાની સાથે તેમના પરીવારના લોકો પણ સામેલ હશે. વિક્કી-કેટરીનાના લગ્નની તૈયારીઓમાં હોટલ મેનેજમેન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પણ લાગેલી છે. બંનેના લગ્ન રજવાડી સ્ટાઇલમાં થશે. 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન સંબંધિત તમામ વિધિઓ કરવામાં આવશે.
First published:

Tags: Katrina kaif, Vicky Kaushal, બોલિવૂડ સમાચાર, રાજસ્થાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन