કેટરિના અને વિકીનો વધુ એક વીડિયો વાયરલ, ડેટિંગની થઇ રહી છે વાતો

News18 Gujarati
Updated: July 18, 2020, 5:37 PM IST
કેટરિના અને વિકીનો વધુ એક વીડિયો વાયરલ, ડેટિંગની થઇ રહી છે વાતો
ફાઇલ ફોટો)

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં કેટરીના કૈફ અને વિકી કૌશલના ડેટિંગની અફવા કેટલાક સમયથી ચાલી રહી છે. આ અફવાએ ત્યારે વેગ પકડ્યું જ્યારે એવોર્ડ ફંક્શનમાં નજરે પડ્યા હતા. જેનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. કેટરીના કૈફની વાત પૂરી થયા બાદ પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહેલા વિકી કૌશલનો એક થ્રો બેક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

તેમાં કેટરીના કૈફ મીડિયા સાથે વાત પૂરી કરે તેની વિકી કૌશલ રાહ જોતો નજરે પડે છે. બંને વચ્ચે કેટલાક સમયથી ડેટિંગની અફવા ચાલી રહી છે. વિકી અને કેટરીનાને અવારનવાર એક સાથે જ કોઈ ઇવેન્ટ પર આવતા જતા જોવા મળે છે.

બોલિવૂડની આ જોડીને ફેન્સ આવકારી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિકીનો આ વીડિયો એ પુરવાર કરે છે કે તે સજ્જન વ્યક્તિ છે. ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર વિકી અને કેટરીનાના ફેન પેજ પર શેર કરાયેલા આ વીડિયોમાં બંનેને એક સાથે કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. તેમાં વિકી એક તરફ ઉભો છે અને કેટરીના મીડિયા સમક્ષ બાઇટ આપી રહી છે. આ સમયે વિકી પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યો છે.

આ પણ વાંચો-સુશાંત સિંઘ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસે નોંધ્યું આદિત્ય ચોપરાનું નિવેદન

કેટરીના પત્રકારોના સવાલના જવાબ આપી દે છે ત્યાર બાદ વિકી ઇવેન્ટમાં હાજર થાય છે. એવામાં પત્રકારો વિકીને કાંઇક પૂછવા જાય છે તો તે કહે છે કે પહેલા કેટરિનાનો વારો પતી જવા દો.
Published by: Margi Pandya
First published: July 18, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading