Home /News /entertainment /'કટપ્પા'ની દીકરી તેની બહાદુરી માટે પ્રખ્યાત છે, સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે માત

'કટપ્પા'ની દીકરી તેની બહાદુરી માટે પ્રખ્યાત છે, સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે માત

'કટપ્પા'ની પુત્રી સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે માત

'કટપ્પા'નું સાચુ નામ શું છે? કટપ્પાની દીકરી (Katappa Daughter) શું કામ કરે છે? કટપ્પાની દીકરીનું નામ શું છે? આજે આ સ્ટોરીમાં બાહુબલી ફિલ્મથી પ્રખ્યાત થયેલા આ અભિનેતાની દીકરી વિશે થોડીવાત કરીએ

મુંબઈ : સાઉથ સિનેમા (South Cinema)ની સૌથી મોટી બ્લોકબસ્ટર (Blockbuster) ફિલ્મ (Film) 'બાહુબલી' (Bahubali)એ બોક્સ ઓફિસ (Box Office) પર તમામ રેકોર્ડ (Record) તોડી નાખ્યા છે. આ ફિલ્મમાં જોવા મળેલા દરેક પાત્રે ઘણી લોકપ્રિયતા મેળવી હતી, જ્યારે ફિલ્મમાં 'કટપ્પા' (Katappa Daughter)ના રોલમાં જોવા મળેલા એક્ટર સત્યરાજ (Sathyaraj Doughter) રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. જો કે આ પહેલા સત્યરાજે શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ' (Chennai Express)માં કામ કર્યું હતું પરંતુ તેમ છતાં તેને કટપ્પાના પાત્રથી ઘણી ઓળખ મળી હતી. સત્યરાજે (Sathyaraj) પોતાના કરિયર (Career)માં અત્યાર સુધી 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

'કટપ્પા'નું સાચુ નામ શું છે?

3 ઓક્ટોબર 1954ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં જન્મેલા સત્યરાજ (Sathyaraj)નું સાચું નામ રંગરાજ સુબૈયા છે. તમને જણાવી દઈએ કે, 1979માં સત્યરાજે નિર્માતા મધમપટ્ટી શિવકુમારની ભત્રીજી મહેશ્વરી સાથે લગ્ન કર્યા હતા. સત્યરાજને એક પુત્રી અને એક પુત્ર છે. રસપ્રદ વાત એ છે કે સત્યરાજ રીલ લાઈફનો હીરો છે પરંતુ તેની પુત્રી દિવ્યા રિયલ લાઈફ હીરો છે. હા.. આજે અમે તમને સત્યરાજની દીકરી દિવ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેના સામાજિક કાર્યો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

'કટપ્પા'ની દીકરી રિયલ લાઈફમાં હીરો છે

તમને જણાવી દઈએ કે, દિવ્યા તેના પિતાની જેમ ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી, પરંતુ તે હેલ્થ અવેરનેસના ક્ષેત્રમાં કામ કરે છે અને આ માટે તેને ઘણા એવોર્ડ મળ્યા છે. ફિલ્મી પૃષ્ઠભૂમિની હોવા છતાં, દિવ્યાને અભિનયની દુનિયામાં રસ નથી અને ન તો તે અભિનય કરવા માંગે છે. તે જ સમયે, પિતા સત્યરાજે પણ દિવ્યાને ફિલ્મોમાં કામ કરવા માટે આગ્રહ કર્યો ન હતો.

દિવ્યા NGO ચલાવી કુપોષણ મામલે કામ કરે છે

તમને જણાવી દઈએ કે, દિવ્યા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ છે. આ સિવાય દિવ્યા એક NGO પણ ચલાવે છે જેના દ્વારા તે ગરીબ બાળકો અને મહિલાઓને મફત ભોજન આપવાનું કામ કરે છે. દિવ્યાએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત, તેણે યુએસએમાંથી ન્યુટ્રીશન (પોષણ)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. દિવ્યાએ એક સમયે વડાપ્રધાન મોદીને કુપોષિત બાળકો અંગે પત્ર પણ લખ્યો છે.

દિવ્યા ટૂંક સમયમાં કુપોષણ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવશે

આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવ્યા ટૂંક સમયમાં કુપોષણ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. સારા સ્વાસ્થ્ય વિશે દિવ્યા કહે છે, “ખોરાક જાદુઈ હોય છે. ખોરાક ઇજામાં રૂઝ તરીકે આપણું કામ કરે છે. ખોરાક એ દવા છે. માત્ર એટલું જ તમારે જાણવું જોઈએ કે શું ખાવું અને કેટલું ખાવું." તો, સત્યરાજે તેમની પુત્રી દિવ્યા વિશે કહ્યું છે કે, "દિવ્યા હંમેશાથી મહેનતુ બાળક રહી છે અને મને તેના પર ગર્વ છે."

આ પણ વાંચોBollywood Interesting Story: આ 6 સાઉથ સુપર સ્ટાર કેટલા કરોડ રૂપિયામાં કરે છે એક ફિલ્મ

એક વખત દિવ્યાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી

તમને જણાવી દઈએ કે, દિવ્યા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. દિવ્યા પોતાની ખાસ સ્ટાઈલથી બોલિવૂડની સુંદરીઓને પણ માત આપે છે. જોકે દિવ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે પરંતુ તે અવારનવાર સમાચારોમાં રહે છે. એક વખત દિવ્યાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
First published:

Tags: Bollywood Interesting story, Bollywood Latest News, South Cinema, South Cinema News