એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી લોકપ્રિય શોમાં ગણતરી પામનાર 'કસોટી જિંદગી કી-2' આજ કાલ અલગજ કારણોસર ચર્ચામાં છે. એકતા કપૂરની આ સીરિયલમાં ખુબ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યાં છે. હાલમાં આ શોનાં બે મોટા એક્ટર્સનો લિપ લોક વીડિયો સામે આવ્યો છે. કાસ વાત તોએ છે કે 'કસૌટી જિંદગી કી-2' શોમાં આ બંને ભાઇ- બહેનનો રોલ અદા કરે છે. એવામાં આ શોનાં ફેન્સ વીડિયો પર આપત્તી જતાવી રહ્યાં છે.
'કસૌટી જિંદગી કી-2'માં ભાઇ બહેનનો રોલ અદા કરનારા પાર્થ સમથાન અને પૂજા બેનર્જીનો લિપ લોક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં શોનાં ફોલોઅર્સ આ વીડિયો જોઇને ભડકી ગયા છે ત્યાં તેને ખુબજ ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. જોકે તેની પાછળની કહાની જાણીને તેઓ એક્ટર્સને સપોર્ટ પણ કરી રહ્યાં છે.
પાર્થ અને પૂજા એકતા કપૂરની વેબ સીરિઝ 'કહેને કો હમસફર હૈ'માં નજર આવવાનાં છે. આ વેબ સિરીઝમાં બંને એક ઇન્ટીમેટ સીનમાં દેખાય છે. જે શોનો પ્રોમો વીડિયો છે. એકતા રવિ કપૂરનાં ઇન્સટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તે પૂજાને લિપ લોક કરતો નજર આવે છે.
આ વીડિયો જોયા બાદ કોઇનું કહેવું છે કે, 'ટીવી પર ભાઇ-બહેનનો રોલ અદા કરનારા આ એક્ટર્સે કિસિંગ સિન ન કરોવો જોઇએ' તો કોઇએ કહ્યું કે, 'આ બંને રિઅલ લાઇફમાં ભાઇ બહેન નથી તેથી પોતાનાં કામ માટે બંનેનું આમ કરવું કંઇ ખોટું નથી'
મામલો વધતા જોઇને પૂજા બેનર્જી સફાઇ આપતા કહ્યું કે, 'લોકોનો આટલો પ્રેમ જોઇને હું ખુબ ખુશ છું હું સમજુ છુ કે મારા ફેન્સ માટે આ ઘણું શોકિંગ હશે કારણ કે તેમને મને આ પહેલાં ક્યારેય આવું કંઇ કરતાં જોઇ નથી. તેથી તેમને આંચકો લાગે તે સ્વાભાવિક છે.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર