‘ખરાબ વહુ’ની ટિપ્પણી બાદ કાશ્મીરા શાહે ગોવિંદાની પત્નીને કહી ‘મેનેજર’, બંને વચ્ચે વાક યુદ્ધ જારી

કાશ્મીરા શાહે ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પર ફરી કમેન્ટ કરી છે. (ફોટો- Instagram/@govinda @kashmerashah)

કાશ્મીરા શાહ (Kashmira Shah) અને કૃષ્ણા અભિષેકને શનિવારે પોતાના બાળકો સાથે સ્પોટ કરવામાં આવ્યા. આ દરમ્યાન કાશ્મીરાએ ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પર એક નવી કમેન્ટ કરી નાખી. ગોવિંદા, કૃષ્ણા અને તેમની પત્નીઓ વચ્ચેનો ઝઘડો 2016થી ચાલી રહ્યો છે.

 • Share this:
  મુંબઈ. બોલિવુડ એક્ટર ગોવિંદા (Govinda) અને તેના ભાણેજ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) વચ્ચેના મતભેદ ઉકેલવાનું નામ નથી લેતા. અવારનવાર બંને પક્ષોમાંથી કોઈને કોઈ આ અંગે કમેન્ટ કર્યા કરે છે. કૃષ્ણાએ ગોવિંદા માટે શું કહ્યું કે ગોવિંદાની પત્નીએ કૃષ્ણાની પત્નીએ શું કહ્યું એ સતત સમાચારોમાં આવતું રહે છે. થોડા દિવસો પહેલાં જ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. તાજેતરમાં કાશ્મીરા શાહ (Kashmira Shah) અને કૃષ્ણા અભિષેક પોતાના બાળકો સાથે મુંબઈમાં સ્પોટ થયા હતા. પેપરાઝીએ તેમને કૃષ્ણાના મામા એક્ટર ગોવિંદા સાથેના ઝઘડાને લઈને કેટલાંય સવાલો કર્યા. એ દરમ્યાન કાશ્મીરાની પત્નીએ ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા પર કમેન્ટ કરી હતી.

  એક ફોટોગ્રાફરે કાશ્મીરા શાહ (Kashmera Shah)ને પૂછ્યું કે આ વિવાદ પર કોઈને કોઈ કમેન્ટ આવી રહી છે એ વિશે તમે શું કહેશો. સામે કાશ્મીરા પૂછે છે કે કોણ કરી રહ્યું છે કમેન્ટ? ત્યારબાદ તેણે ગોવિંદાના વખાણ કરતાં કહ્યું કે, ‘ગોવિંદાજી બહુ સારા અભિનેતા છે. હું એમને એક અભિનેતા તરીકે વાસ્તવમાં પસંદ કરું છું. પરંતુ હું એના સિવાય કોઈને નથી ઓળખતી. હું મેનેજર વિશે વાત નથી કરતી.’ કાશ્મીરાએ આ વાતને કેમેરામાં જોઈને હસતાંહસતાં કહી.

  આ પણ વાંચો: અનુપમાના દીકરા ‘સમર’ સાથે થયો ફ્રોડ, ઓર્ડર કર્યા ઈયરફોન અને બોક્સમાં મળ્યું આ...

  ગોવિંદા, કૃષ્ણા અને તેમની પત્નીઓ વચ્ચેનો આ ઝઘડો 2016થી ચાલી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા પોતાની પત્ની સાથે ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં સામેલ થયા હતા, પણ કૃષ્ણાએ આ એપિસોડમાં કોઈ રસ દાખવ્યો ન હતો. અને આ વાતને લઈને તેમનો વિવાદ ફરી સમાચારોમાં છવાઈ ગયો હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી ચાલી રહેલો આ પારિવારિક ઝઘડો ખતમ થવાનું નામ જ નથી લેતો.

  આ પણ વાંચો: રાજીવ ખંડેલવાલ કરી ચૂક્યો છે કાસ્ટિંગ કાઉચનો સામનો, ડિરેક્ટરે તેને પોતાના રૂમમાં બોલાવ્યો અને...

  તો બીજી તરફ ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા (Sunita Ahuja) મીડિયાની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો કોઈ મોકો નથી છોડતી. સુનીતાએ હાલમાં કૃષ્ણાની પત્ની અને એક્ટ્રેસ કાશ્મીર શાહ પર નિશાનો સાધ્યો હતો અને એવું કહી દીધું હતું કે મામા-ભાણેજની લડાઈનું કારણ તેમની ખરાબ વહુ જ છે. સુનીતા આહુજા ગુસ્સાથી લાલ ત્યારે થઈ જ્યારે કાશ્મીરાએ તેમના નિવેદન વિશે જાણ્યું અને તેણે એવું કહ્યું કે આ સુનીતા કોણ છે, હું નથી જાણતી. કાશ્મીરાની આ વાતનો પલટવાર કરતા સુનીતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યંા કે, ‘સાચી વાત તો એ છે કે આ બધો તણાવ ત્યારથી જ શરુ થયો જ્યારે અમે ઘરમાં એક ખરાબ વહુ લઈને આવ્યા હતા.’
  Published by:Nirali Dave
  First published: