Home /News /entertainment /

Kashmira Shah Birthday: હોલિવુડ પ્રોડ્યુસર સાથે છૂટાછેડા બાદ 12 વર્ષ નાના કૃષ્ણા સાથે કર્યા લગ્ન, Love Story

Kashmira Shah Birthday: હોલિવુડ પ્રોડ્યુસર સાથે છૂટાછેડા બાદ 12 વર્ષ નાના કૃષ્ણા સાથે કર્યા લગ્ન, Love Story

કાશ્મીરા શાહ જન્મદિવસ

કાશ્મીરા શાહ (Kashmira Shah)ની લવ લાઈફ (Love Life) કેવી રહી અને તેણે કૃષ્ણા સાથે કેવી રીતે લગ્ન (Marriage) કર્યા, ચાલો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો...

    મુંબઈ : બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ (Actress) કાશ્મીરા શાહ (Kashmira Shah) પોતાની બોલ્ડનેસ (Boldness) માટે ખૂબ જ ફેમસ (Famous) છે. કાશ્મીરા સોશિયલ મીડિયા (Social Media) પર તેના ઘણા ફોટા મૂકે છે, જે તેના ફેન્સ (Fans)ને ખૂબ જ પસંદ આવે છે. કાશ્મીરા શાહે બોલિવૂડની સાથે સાથે નાના પડદા પર પણ ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. આજે કાશ્મીરા તેનો 50મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. કાશ્મીરાની લવ લાઈફ (Love Life) કેવી રહી અને તેણે કૃષ્ણા સાથે કેવી રીતે લગ્ન (Marriage) કર્યા, ચાલો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો...

    કાશ્મીરા શાહે હોલીવુડ પ્રોડ્યુસર બ્રાડ લિસરમેન સાથે લગ્ન કર્યા હતા

    કાશ્મીરા શાહે હોલીવુડ પ્રોડ્યુસર બ્રાડ લિસરમેન સાથે લગ્ન કર્યા હતા, જો કે આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેએ છ વર્ષની અંદર અલગ થવાનો નિર્ણય લીધો. લગ્નના છ વર્ષ પછી, કાશ્મીરાએ બ્રાડને છૂટાછેડા આપી દીધા અને ફરીથી ફિલ્મી કરિયરમાં નસીબ અજમાવ્યું. છૂટાછેડા પછી, કાશ્મીરા શાહે તેની ફિલ્મી કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેને ફિલ્મો પણ મળવા લાગી.

    કૃષ્ણા સાથે કાશ્મીરાની પહેલી મુલાકાત જયપુરમાં થઈ

    કૃષ્ણા સાથે કાશ્મીરાની પહેલી મુલાકાત જયપુરમાં થઈ હતી. જયપુરમાં ફિલ્મ 'ઔર પપ્પુ પાસ હો ગયા'ના શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાને મળ્યા હતા, જોકે તે સમયે કાશ્મીરા બ્રાડથી છૂટાછેડા લીધા બાદ અલગ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે શરૂઆતથી જ કૃષ્ણા કાશ્મીરા માટે સોફ્ટ કોર્નર ધરાવતો હતો. કાશ્મીરા પરિણીત છે તે જોઈને કૃષ્ણા ખૂબ જ નિરાશ રહેતો હતો, પરંતુ કાશ્મીરા તેના પતિથી અલગ થઈ ગઈ હોવાની જાણ થતાં જ કૃષ્ણાની કાશ્મીરા તરફની રુચિ વધી ગઈ. જ્યારે કાશ્મીરા તેના પહેલા પતિથી અલગ થઈ રહી હતી, ત્યારે તે ખૂબ જ પરેશાન રહેતી હતી, પરંતુ કૃષ્ણાએ કાશ્મીરાને ખૂબ સપોર્ટ કર્યો હતો.

    કૃષ્ણા અને કાશ્મીરાએ વર્ષ 2012 માં લગ્ન કર્યા

    આ તે સમય હતો જ્યારે કૃષ્ણા અને કાશ્મીરા વચ્ચે નિકટતા વધી હતી. આ બંને એકબીજા પ્રત્યે એટલા આકર્ષાયા હતા કે બંને વચ્ચે દસ વર્ષથી વધુનું અંતર છે તેની બંનેને પરવા નહોતી. આ પછી, કૃષ્ણા અને કાશ્મીરાએ વર્ષ 2012 માં લગ્ન કર્યા. આજે આ જોડી ઈન્ડસ્ટ્રીના જાણીતા કપલ્સમાંથી એક છે.

    કાશ્મીરાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 1997માં શાહરૂખ ખાનની ફિલ્મ યસ બોસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી કાશ્મીરાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. યસ બોસ પછી, કાશ્મીરાએ પ્યાર તો હોના હી થા, હિન્દુસ્તાન કી કસમ, દુલ્હન હમ લે જાયેંગે, હેરા ફેરી, કહીં પ્યાર ના હો જાયે, આશિક, મર્ડર અને વેક અપ સિડ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    આ પણ વાંચોBoman Irani Birthday : એક સમયે વેઈટરનું કામ કરતા હતા, આ વ્યક્તિની મુલાકાત અને બદલાયું ભાગ્ય

    નાના પડદાની વાત કરીએ તો કાશ્મીરા શાહ બિગ બોસ સીઝન વનનો ભાગ રહી ચૂકી છે. તેણીને 51માં દિવસે શોમાંથી બહાર કરવામાં આવી હતી. આ પછી, વર્ષ 2007 માં, તે કૃષ્ણા અભિષેક સાથે નચ બલિયેમાં જોવા મળી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन