મુંબઈ: મનોરંજનની ચમકતી દુનિયામાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એક સગીર યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપમાં પ્રખ્યાત ટીવી એક્ટર પર્લ વી પુરીની (Pearl V Puri) ધરપકડ થતાં સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. આ કેસમાં તપાસ ચાલી રહી છે તે દરમિયાન વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એકતા કપૂરના પોપ્યુલર શો 'કસૌટી જિંદગી કી' (Kasautii Zindagii Kay) સાથે ડેબ્યૂ કરનાર અભિનેતા પ્રાચીન ચૌહાણની (Pracheen Chauhan) છેડતીના (Molestation) ગંભીર આરોપો માટે મુંબઈની મલાડ ઈસ્ટ પોલીસે ધરપકડ (arrested) કરી છે. આપને જણાવીએ કે, હાલ અભિનેતા વેબ સિરીઝ 'પ્યાર કા પંચ' માં (Pyar ka punch) કામ કરી રહ્યો છે. અભિમન્યુની તેની ભૂમિકા લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
અભિનેતાની થઇ ધરપકડ
પીડિતાએ અભિનેતા પ્રચીન ચૌહાણ વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. ટેલીચક્કરના ( Tellychakkar) સમાચાર મુજબ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354, 342, 323, 506 (2) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ધરપકડના સમાચારથી ફરી એકવાર ટીવી ઉદ્યોગને મોટો ઝટકો લાગ્યો છે.
ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રાચીનનાં ઘણાં મિત્રો છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પ્રચિન ચૌહાણે સ્ટાર પ્લસના પ્રખ્યાત શો 'કસૌટી જિંદગી કી' થી ટીવી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે સુબ્રતો બાસુની ભૂમિકા ભજવી હતી.
આ સાથે તેણે કલર્સ પર આવેલા 'માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ', 'કુછ ઝૂકી પલકે', 'સિંદૂર તેરે નામ કા સાત ફેરે'માં પણ ભૂમિકા ભજવી છે.
હાલમાં અભિનેતા પ્રાચીન ચૌહાણ છવિ મિત્તલ અને પૂજા ગૌર સાથે યુટ્યુબ પર 'શિટ્ટી આઇડિયાઝ ટ્રેંડિંગ (SIT)' વેબ સિરીઝ 'પ્યાર કા પંચ' માં કામ કરી રહ્યો છે. અભિમન્યુની તેની ભૂમિકા લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર