કસૌટી 2- શું પ્રેરણા અને બજાજના હનીમૂનમાં સાથે અનુરાગ પણ જશે?

હવે આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે બજાજ અને પ્રેરણા લગ્ન બાદ હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ જશે.

News18 Gujarati
Updated: July 13, 2019, 4:37 PM IST
કસૌટી 2- શું પ્રેરણા અને બજાજના હનીમૂનમાં સાથે અનુરાગ પણ જશે?
હવે આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે બજાજ અને પ્રેરણા લગ્ન બાદ હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ જશે.
News18 Gujarati
Updated: July 13, 2019, 4:37 PM IST
ટીવીનો લોકપ્રિય શો કસૌટી જિંદગી કી 2માં હાલ હાઇ વોલ્ટેજ ડ્રામાં ચાલી રહ્યો છે. કોમોલિકાની વિદાય થતા મિસ્ટર બજાજની એન્ટ્રી થઇ ગઇ છે. સીરિયલમાં કોમોલિકાનો ભાઇ રોનિતનું મર્ડર ન થયું હોવાનું સાબિત થતા તે જેલ બહાર આવી ગયો છે. પ્રેરણા (એરિકા ફર્નાન્ડિઝ) અને મીસ્ટર બજાજ (કરણ સિંહ ગ્ર્રોવર) ના લગ્ન થઇ ગયા છે. લગ્નમાં પ્રેરણા બંગાળી કન્યાના લૂકમાં જોવા મળી હતી. એરિકા લાલ જ્વેઝરી અને લાલ લહેંઘામાં ખૂબ જ સુંદર દેખાતી હતી. એરિકાના આ લૂકને બિપાસા બાસુએ સજેસ્ટ કર્યો છે.

સીરિયલમાં એક રસપ્રદ ટર્નિંગ પોઇન્ટ જોવા મળી રહ્યો છે. શોમાં પ્રેરણા અનુરાગ સાથે સંબંધ તોડી બજાજને પસંદ કરવા જઇ રહી છે. શોમાં પ્રેરણા અને મિસ્ટર બજાજ ઘર પર રસમ પૂર્ણ કરી મંદિરમાં લગ્ન કરવા જાય છે. તો બીજી તરફ અનુરાગ પ્રેરણાની મંડપમાં રાહ જોઇ રહ્યો હોય છે. પરંતુ બાદમાં લગ્નની વીધી દરમિયાન અનુરાગ પ્રેરણાને લેવા માટે તેમના રુમમાં જાય છે. ત્યા રોનિતને જોઇને શોક થઇ જાય છે. એ સમયે રોનિત સાથે થોડી બહશ થયા બાદ રોનિત પ્રેરણા અને મિસ્ટર બજાજનો ફોટ બતાવે છે. તે જોતા જ અનુરાગના પગ નીચેથી જમીન સરકી જાય છે અને હાથમાં રહેલો ફોન નીચે પડી જાય છે.પહેલા તો અનુને લગ્નનના જોડામાં પ્રેરણાને મિસ્ટર બજાજ સાથે જોઇને વિશ્વાસ આવતો નથી પણ થોડી જ ક્ષણોમાં તે દોડીને તરત જ મંદિર જવા નીકળે છે, તે એટલો પાગલ થઇ ગયો હોય કે ત્યા પહોંચતા જ રસ્તામાં તેનું એક્સિડન્ટ થાય છે. એટલા સમયમાં તો તો પ્રેરણા અને અનુરાગના લગ્ન પૂર્ણ થઇ જાય છે. પણ તે મંદિર સુધી પહોંચી શકતો નથી. લગ્ન પૂર્ણ થયા બાદ બજાજ અને પ્રેરણા કારમાં બેસી જ્યા અનુરાગનું એક્સિડન્ટ થયું હોય ત્યાથી નીકળે છે અને પ્રેરણા તેને બચાવવા માટે ગાડી રોકે છે.હવે આગામી શોમાં બતાવવામાં આવશે કે બજાજ અને પ્રેરણાના લગ્ન બાદ તેઓ હનિમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ જશે. તે જ સમયે પ્રેરણાના લગ્નના સમચારથી અનુરાગનું દિલ તૂટી જાય છે. તો અનુરાગ તેમના મોતની અફવાહ ફેલાવીને મિસ્ટર બજાજ સાથે બદલો લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી જાય છે.


સ્વિટઝરલેન્ડમાં અનુરાગ અને પ્રેરણા સામ-સામે આવી જાય છે. જ્યાં અનુરાગ પ્રેરણા પાસેથી એ જાણવા માંગે છે કે પ્રેરણાએ તેમની સાથે આવું કેમ કર્યુ. પરંતુ પ્રેરણા તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરશે જેથી અનુરાગ તેને નફરત કરી શકે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...