બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan)ને પોસ્ટ શેર કરતાં જ ફેન્સે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. પણ સૌથી મજેદાર જવાબ કાર્તિકની કો એક્ટ્રેસ રહી ચુકેલી ભૂમિ પેડનેકરનો હતો. તેઓએ સાથે ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં કામ કર્યુ હતું
મુંબઇ: ટીવી શો 'સાથ નિભાના સાથિયા' (Saath Nibhaana Saathiya)ની કો એક્ટ્રેસ રુપલ પટેલ ઉર્ફે કોકિલાબેનનો રેપ વીડિયો 'રસોડે મે કોન થા' (Rasode Mein Kaun tha) આ ડાઇલોગે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. લોકો એકબીજાને મસ્તમાં પૂછી રહ્યાં છે. રસોડે મે કોન થા.. હવે એક્ટર કાર્તિક આર્યન પણ પુછી રહ્યો છે અને લોકો તેને જવાબ પણ આપી રહ્યાં છે. જો કે સૌથી મજેદાર જવાબ તેની કો એક્ટ્રેસ રહી ચુકેલી ભૂમિ પેડનેકરે આપ્યો હતો. આ બંનેએ ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં સાથે કામ કર્યુ હતું.
કોકીલા બેનનો રેપ વીડિયો વાયરલ થયા બાદ હાલમાં જ કાર્તિક આર્યન (Kartik Aaryan)એ એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેનાં બે હાથ જોડતી એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, - પ્લીઝ જણાવી દો, 'રસોડે મે કૌન થા..?'
આ પોસ્ટ શેર કરતાં જ ફેન્સે તેનાં પર કમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. પણ સૌની નજર તેની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ની કો સ્ટાર રહી ચુકેલી ભૂમિ પેડનેકરનાં જવાબ પર ટકી હતી. ભઊમિએ કમેન્ટ કરીને લખ્યું હતું કે, શૂટ કરતાં સમયે તો રસોડામાં ફક્ત હું જ હતી. #tb #patipatniaurwoh.
કાર્તિક આર્યનની આ પોસ્ટ પર ફેન્સે મજેદાર કમેન્ટ્સ પણ કરી છે. કોઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લખે છે તો કોઇ સારા અલી ખાનનું. તો કેટલાંકે તેનાં લૂકનાં વખાણ કર્યા છે.
આપને જણાવી દઇએ કે, વાયરલ થઇ રહેલાં વીડિયોમાં કોકિલા બેન (રુપલ પટેલ), ગોપી બહુ (જિયા માણેક)ને લડતી નજર આવે છે અને પુછે છે કે રસોડે (કિચન) મે કોન થા? આ સીનનું મ્યૂઝિ પ્રોડ્યુસર યશરાજ મુખઆતેએ કર્યું છે. તેણે આખો ડાઇલોગ એક રેપ સોન્ગમાં બદલી નાખ્યો છે જેથી લોકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર