કાર્તિક આર્યને લીધો Big Bનો ઑટોગ્રાફ, VIDEO શૅર કરી લખી દિલની વાત

News18 Gujarati
Updated: September 23, 2019, 4:44 PM IST
કાર્તિક આર્યને લીધો Big Bનો ઑટોગ્રાફ, VIDEO શૅર કરી લખી દિલની વાત

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચનનાં ફૅન્સની સંખ્યા કંઇ જ કમ નથી. નાના મોટા સૌ કોઇ તેમનાં ચાહક છે અને સૌ કોઇ તેમની સાથે એક તસવીર પડાવવાં તેમનો ઑટોગ્રાફ લેવા માટે તપડતા હોય છે. આવી જ રીતે બૉલિવૂડનો સૂપર સ્ટાર કાર્તિક આર્યન પણ અમિતાભ બચ્ચનનો ખુબ મોટો ફેન છે. અને હાલમાં જ તેનું સપનું સાકાર થયુ છે. આ વાતનો પૂરાવો તેણે પોતે સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

કાર્તિકે તેનાં આ ફેન મોમેન્ટનો વીડિયો શેર કરતાં લખ્યું છે કે, આજ ખુશ તો બહોત હોંગે તુમ.. ડાય હાર્ડ ફેન મોમેન્ટ.

કાર્તિકે જે વીડિયો શૅર કર્યોછે તેમાં તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો ઑટોગ્રાફ લેતો નજર આવે છે. બિગ બીએ ઉભા થઇને કાર્તિકને ઑટોગ્રાફ આપ્યો હતો. આ સમયે કાર્તિકનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી.

આ વીડિયો શૅર કરતાં પહેલાં કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનની સાથે એક તસવીર શેર કરી હતી. બંને એક ઍડવર્ટાઇઝમેન્ટમાં સાથે નજર આવવાનાં છે. આપને જણાવી દઇએ કે, કાર્તિક ટૂંક સમયમાં જ ફિલ્મ 'લવ આજ કલ-2',
'પતિ-પત્ની ઔર વો', 'ભૂલ ભુલૈયા-2' અને 'દોસ્તાના'માં નજર આવશે.

અમિતાભ બચ્ચન હવે 'બ્રહ્મસ્ત્ર', 'ચેહરે', 'ઝુંડ' અને 'ગુલાબો સિતાબો' જેવી ફિલ્મમાં નજર આવશે. આ ઉપરાંત બિગ બી તેમનાં ટીવી રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ-11'માં પણ વ્યસ્ત છે.
Published by: Margi Pandya
First published: September 23, 2019, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading