નાણાની તંગીને લીધે સારાને ડેટ નથી કરતો કાર્તિક આર્યન?

સારાએ કાર્તિક આર્યનને ડેટ કરવાની ઇચ્છા જાહેર કરી હતી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
નાણાની તંગીને લીધે સારાને ડેટ નથી કરતો કાર્તિક આર્યન?
કાર્તિકે સારાને ડેટ પર ન લઇ જવાનું કારણ આપ્યું છે
News18 Gujarati
Updated: February 12, 2019, 7:43 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: કરન જોહરનો શો 'કોફી વિથ કરન' આમ તો ચેટ શો છે, પરંતુ આ વખતે તે બોલિવૂડના બે એક્ટર્સ માટે મેચ મેકરની જેમ કામ કરી રહ્યો છે. આપણે સારા અલી ખાન અને કાર્તિક આર્યનની વાત કરી રહ્યાં છે. અગાઉ જ્યારે આ શોમાં સારા તેના પિતા સૈફ સાથે પહોંચી હતી ત્યારે તેણે કાર્તિક આર્યનને ડેટ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. હવે કાર્તિકે સારાને ડેટ પર ન લઇ જવાનું કારણ આપ્યું છે.

સારા અંગે વાત થતાં કાર્તિકે કહ્યું કે, સૈફે પૂછ્યું હતું કે 'શું તેની પાસે પૈસા છે?' સારા એક પ્રિન્સેસ છે અને તેને ડેટ પર લઇ જવા માટે મને એક મોટી એમાઉન્ટની જરૂર પડશે. કાર્તિક આ વાત કરી રહ્યો હતો કે વચ્ચે કરને કહ્યું કે, શું એના માટે તે અનન્યા પાંડેયને ડેટ માટે પૂછ્યું.

રિલેશનશિપ ઉપરાંત કરને કાર્તિક સાથે સંઘર્ષના દિવસોની પણ વાત કરી. કાર્તિકે જણાવ્યું કે, તેણે મુંબઇની કોલેજમાં એટલે એડમિશન લીધું હતું કે તે ક્લાસ બંક કરી ઓડિશન આપી શકે. તે મુંબઇમાં એક-બે બેડરૂમ ફ્લેટમાં 12 યુવકો સાથે રહેતો હતો. પરંતુ ત્યારે પણ ખુશ હતો.


આ પણ વાંચો: શર્લિન કરી ચૂકી છે 'કામસૂત્ર'માં કામ, ફિલ્મના સેટ પર આવી રીતે થતું ચેકિંગ

કોલેજનો એક કિસ્સો શેર કરતાં કાર્તિકે કહ્યું કે, એકવાર કોલેજની શિક્ષિકાએ કહ્યું હતું કે કાર્તિક માત્ર તેમનું નામ બતાવી દેશે તો તે તેને એ વિષયમાં પાસ કરી દેશે. પરંતુ ક્લાસ બંક કરનારો કાર્તિક શિક્ષિકાનું નામ જણાવી શક્યો ન હતો અને ફેલ થઇ ગયો હતો.

 
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...