કાર્તિક આર્યનનો નવો લુક ચોંકાવશે, લોકો ગણાવી રહ્યાં છે શાહરુખની નકલ

News18 Gujarati
Updated: February 5, 2019, 6:52 PM IST
કાર્તિક આર્યનનો નવો લુક ચોંકાવશે, લોકો ગણાવી રહ્યાં છે શાહરુખની નકલ
કાર્તિક આર્યનનો આ ફર્સ્ટ લુક તમને રબ ને બના દી જોડીના શાહરુખ ખાનની યાદ અપાવશે

કાર્તિક આર્યનનો આ ફર્સ્ટ લુક તમને 'રબ ને બના દી જોડી'ના શાહરુખ ખાનની યાદ અપાવશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડમાં આજકાલ રાજકુમાર રાવ, વિક્કી કૌશલ અને આયુષ્માન ખુરાના જેવા સ્ટાર્સ ધમાલ મચાવી રહ્યાં છે, ત્યાં જ આ લિસ્ટમાં કાર્તિક આર્યનનું નામ ઉમેરાયું છે. કાર્તિક તેની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મમાં તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં તેનો ઓળખવો પણ મુશ્કેલ છે. તે મોટી મૂછો અને ફોર્મલ પેન્ટ-શર્ટમાં જોવા મળે છે.

કાર્તિક આર્યનનો આ ફર્સ્ટ લુક તમને 'રબ ને બના દી જોડી'ના શાહરુખ ખાનની યાદ અપાવશે. સોશિયલ મીડિયામાં લોકો તેની સરખામણી શાહરૂખ ખાન સાથે કરી રહ્યાં છે. ઘણા લોકો તો કાર્તિકને શાહરુખ ખાનની નકલ પણ બતાવી રહ્યાં છે.

આ ફિલ્મ 70ના દાયકામાં આવેલી 'પતિ પત્ની ઔર વો'ની રિમેક છે. આ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા સિંહા લીડ રોલમાં છે. કાર્તિક આર્યન ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં સંજીવ કુમારના પાત્રમાં જોવા મળશે. જેમનું નામ ચિંટુ હતું. કાર્તિકની સાથે આ ફિલ્મમાં અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર જોવા મળશે.

 આ પણ વાંચો: કંગનાના નિશાના પર આવી આલિયા ભટ્ટ, આ વાત કહી મચાવી સનસનાટી

કાર્તિક આર્યને ફર્સ્ટ લુક શેર કરતાં લખ્યું, મળો લખનઉંના ચિંટુ ત્યાગીજીને. સમર્પિત... આશિક મિજાઝ. કાર્તિકના આ લુકના સોશિયલ મીડિયામાં વખાણ થઇ રહ્યાં છે. ત્યારે લોકો પૂછી પણ રહ્યાં છે કે આવા હાલ કેમ કર્યા?

આ ફિલ્મ ઉપરાંત કાર્તિક આર્યન કૃતિ સેનન સાથે 'લુકા છુપી'માં પણ જોવા મળશે.
Published by: Azhar Patangwala
First published: February 5, 2019, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading