Kartik Aaryan Shahid Kapoor: બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન આજકાલ પોતાની ફિલ્મ શહેઝાદાને લઇને ચર્ચામાં છે. આ વચ્ચે જ રિપોર્ટ મળી રહ્યાં છે કે એક્ટરે મુંબઇમાં એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. ખાસ વાત એ છે કે આ એપાર્ટમેન્ટનો માલિક શાહિદ કપૂર છે. એટલું જ નહીં આ ફ્લેટના ભાડાની પણ ખૂબ જ ચર્ચા થઇ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિક આ ફ્લેટ માટે દર મહિને 7.5 લાખ રૂપિયા ભાડુ ચુકવશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ લોકોના હોશ ઉડી ગયા છે.
રિપોર્ટ અનુસાર, મુંબઇના જૂહુ તારા રોડ પર પ્રણેતા બિલ્ડિંગમાં એક એપાર્ટમેન્ટ કાર્તિક આર્યને ભાડે લીધો છે. જેનો માલિક શાહિદ કપૂર છે. સ્ટેંપ ડ્યૂટી અને 36 મહિનાનું લીઝ રજીસ્ટ્રેશન કાર્તિકની માતા માલા તિવારી અને શાહિદની પત્ની મીરા રાજપૂતે કર્યુ હતું.
આ ઘર માટે તેણે 45 લાખની સિક્યોરિટી મની ડિપોઝિટ કરી છે. દર વર્ષે ભાડામાં 7 ટકાનો વધારો થશે એટલે કે પહેલા 12 મહિના માટે 7.5 લાખ અને તે પછીના બીજા વર્ષ માટે એક્ટરે દર મહિને 8.2 લાખ રૂપિયા ચુકવવા પડશે. તેવામાં ત્રીજા વર્ષે આ ભાડુ વધીને 8.58 લાખ થઇ જશે.
રિપોર્ટ અનુસાર, શાહિદ કપૂરનું આ જૂહુ અપાર્ટમેન્ટ 3,681 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલુ છે. બેસમેંટમાં કંપાઉન્ડમાં બે પાર્કિંગ સ્પેસ છે. આ સમયે કાર્તિક આર્યન મુંબઇના વર્સોવામાં રાજકિરણ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં 459 સ્ક્વેર ફૂટના એપાર્ટમેન્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. તેને તેણે વર્ષ 2019માં 1.60 કરોડમાં ખરીદ્યો હતો.
કાર્તિક આર્યનની ફીસ
વર્ષ 2022 કાર્તિક આર્યન માટે ખૂબ જ ખાસ હતું. તેની એક પછી એક ફિલ્મો હિટ થતી ગઈ. રિપોર્ટ અનુસાર, કાર્તિકે ફ્રેડી માટે 7 કરોડ રૂપિયાની ફી લીધી હતી. અગાઉ એવા રિપોર્ટ હતા કે કાર્તિકે શહેઝાદા માટે 21 કરોડ રૂપિયા ફી લીધી છે. તેમની વધેલી ફી તેની પોપ્યુલારિટીનો પુરાવો છે. જો કે આ અંગે મેકર્સ અથવા એક્ટરનું કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર