પુલવામા હુમલા બાદ કાર્તિક-કૃતિની 'લુકા છુપી' પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય

'લુકા છુપી' પાકિસ્તાનમાં રીલિઝ નહીં થાય

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી'ને પાકિસ્તાનમાં રીલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: કાશ્મીરના પુલવામામાં CRPF પર થયેલા હુમલા બાદ દેશભરમાં આક્રોશનો માહોલ છે. સાથે જ બોલિવૂડ સ્ટાર્સે આની ટિકા કરવાની સાથે શહીદોના પરિવારોને આર્થિક મદદ પણ કરી છે. બીજી બાજુ, 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (Federation of Western India Cine Employees - FWICE)એ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની ના પાડી દીધી છે.

  જે બાદ હવે કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી'ને પાકિસ્તાનમાં રીલિઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ મેકર્સે પાકિસ્તાની ડિસ્ટ્રીબ્યુટર સાથે ફિલ્મનો કરાર પૂરો કરી નાંખ્યો છે. સાથે જ 22મી ફેબ્રુઆરીએ રીલિઝ થનારી અજય દેવગણ અને માધુરીની ફિલ્મ 'ટોટલ ધમાલ'ના નિર્માતાએ પણ ફિલ્મ પાકિસ્તાનમાં રીલિઝ ન કરવાની વાત કરી છે.

  આ પણ વાંચો: અમિતાભની 'જુંડ'ની રીલિઝ ડેટ જાહેર, જોવા મળશે ફૂટબોલ કોચના પાત્રમાં

  આ ઉપરાંત જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ તેમની કરાચીની મુલાકાત સ્થગિત રાખી હતી.
  Published by:Azhar Patangwala
  First published: