ફિલ્મ 'લુકા છુપી'નું ગીત 'પોસ્ટર છપવા દો અખબાર મેં' રીલિઝ

News18 Gujarati
Updated: January 29, 2019, 12:52 PM IST
ફિલ્મ 'લુકા છુપી'નું ગીત 'પોસ્ટર છપવા દો અખબાર મેં' રીલિઝ
પોસ્ટર છપવા દો અખબાર મેં ગીત રીલિઝ

'પોસ્ટર છપવા દો અખબાર મેં' ગીત 90ના દાયકામાં આવેલી ફિલ્મ 'અફલાતૂન'માંથી લેવામાં આવ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'લુકા છુપી'નું પહેલું ગીત રીલિઝ થયું છે. 'પોસ્ટર છપવા દો અખબાર મેં' ગીત 90ના દાયકામાં આવેલી ફિલ્મ 'અફલાતૂન'માંથી લેવામાં આવ્યું છે. જે કાર્તિક અને કૃતિ પર ફિલ્માવવામાં આવ્યું છે.

'પોસ્ટર છપવા દો અખબાર મેં' ગીત મીકા સિંહ અને સુનંદા શર્માએ ગાયું છે, જ્યારે વ્હાઇટ નોઇઝ સ્ટુડિયોઝે આને રિક્રિએટ કર્યું છે. ઉપરાંત વિજય ગાંગુલીએ ગીત કોરિયોગ્રાફ કર્યું છે.

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી' 1 માર્ચે રીલિઝ થશે. ફિલ્મ લક્ષ્મણ ઉતેકરે ડાયરેક્ટ કરી છે. દિનેશ વિઝન, મેડોક ફિલ્મ્સ પ્રોડક્શન અને જીયો સ્ટૂડિયોઝે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.


આ પણ વાંચો: Luka Chuppi Trailer Out: રસપ્રદ છે કાર્તિક-કૃતિનો સિક્રેટ રોમાન્સ

ઉલ્લેખનીય છે કે, 'પોસ્ટર છપવા દો અખબાર મેં' ગીત 90ના દાયકાની ફિલ્મ 'અફલાતૂન'માંથી લેવામાં આવ્યું છે. આ ગીત લલિત સેન અને શ્વેતા શેટ્ટીએ ગાયું હતું. ગીતનું મ્યૂઝિક દિલીપ સેન અને સમીર સેનને આપ્યું હતું. ગીત અક્ષય કુમાર અને ઉર્મિલા માતોંડકર પર ફિલ્માવવામાં આવ્યું હતું.
First published: January 29, 2019, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading