Luka-Chuppi: ફિલ્મના ડાયલોગ ટીઝરમાં જોવા મળી જબરદસ્ત કોમેડી

News18 Gujarati
Updated: February 17, 2019, 5:20 PM IST
Luka-Chuppi: ફિલ્મના ડાયલોગ ટીઝરમાં જોવા મળી જબરદસ્ત કોમેડી
ફિલ્મનું એક ડાયલોગ ટીઝર સામે આવ્યું છે

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આ ફિલ્મ 1 માર્ચે રીલિઝ થશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'લુકા છુપી'નું શૂટિંગ ચાલી રહ્યું છે. થોડા દિવસો અગાઉ ફિલ્મના સેટની એક તસવીર સામે આવી હતી, જેમાં કાર્તિક એક ગાઇડ બની કૃતિ અને અપારશક્તિ ખુરાનાને હોમટાઉન ગ્વાલિયર ફેરવતો જોવા મળ્યો હતો. હવે ફિલ્મનું એક ડાયલોગ ટીઝર સામે આવ્યું છે.

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'લુકા છુપી'નું એક ડાયલોગ ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ટીઝર શેર કરતાં કૃતિએ કેપ્શનમાં લખ્યું કે, શું ખુલી જશે ગુડ્ડુ અને રશ્મિની પોલ? આ ટીઝરમાં કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠી વચ્ચે જબરદસ્ત કોમેડી જોવા મળે છે.


આ પણ વાંચો: Box Office Day3 : 'ગલી બોય'ની છલાંગ, કમાણી 50 કરોડને પાર

ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આ ફિલ્મ 1 માર્ચે રીલિઝ થશે. ફિલ્મનું ટ્રેલર પણ લોકોને પસંદ પડ્યું છે. આ ફિલ્મની કહાણી લિવ-ઇન રિલેશનશિપ પર આધારિત છે. જેમાં કાર્તિક એક લોકલ ચેનલનો રિપોર્ટર હોય છે અને કૃતિ સાથે પ્રેમ થઇ જાય છે. જે બાદ તેઓ લિવ-ઇનમાં રહેવા લાગે છે.
First published: February 17, 2019
વધુ વાંચો
अगली ख़बर