કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઇન્સ્ટાગ્રામ પર પ્લસની સાઈન કરી આપી માહિતી
કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઇન્સ્ટાગ્રામ પર પ્લસની સાઈન કરી આપી માહિતી
કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
બોલિવૂડમાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. એક બાદ એક બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. હાલમાં કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. એક બાદ એક બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. હાલમાં કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પ્લસનીસાઇન સાથે એક તસવીર શેર કરી છે. અને લખ્યું છે.. 'પોઝિટિવ થઇ ગયો છું દુઆ કરજો' કાર્તિક આર્યન હાલમાં તેની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2નું શૂટિંગ કરતો હતો ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલમાં જ કાર્તિક આર્યને કિયારા અડવાણીની સાથે લેકમે ફેશન વિકમાં રેમ્પ વોક કર્યું હતું બંનેએ મનિષ મલ્હોત્રાનાં ડિઝાઇનર વેર પહેરાયાં હતાં.
કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો 'ભૂલ ભુલૈયા 2' ઉપરાંત 'ધમાકા', 'દોસ્તાના 2', 'સોનુ કે ટીટૂ કી સ્વીટી 2' જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર 10 દિવસમાં 'ધમાકા' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.
આ પહેલાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી,મનોજ બાજપેયી, તેમની પત્ની નેહા બાજપેયી, મંદાર આશિષ વિદ્યાર્થી, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યા છે.
બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ ફિલ્મ સિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. માસ્ક વગર લોકોને ફિલ્મ સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. ફિલ્મ સિટીની અંદર કેન્ટિન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર