Home /News /entertainment /કાર્તિક આર્યને Freddy માટે 14 કિલો વજન વધાર્યું, ફેન્સ અચંબામાં પડી ગયા
કાર્તિક આર્યને Freddy માટે 14 કિલો વજન વધાર્યું, ફેન્સ અચંબામાં પડી ગયા
તસવીર સાભાર ઇન્સ્ટાગ્રામ: @kartikaaryan
કાર્તિક આર્યન (Kartik Aaryan) પોતાની આગામી ફિલ્મ ‘ફ્રેડી’માં બોડી ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં આવ્યો છે. એકતા કપૂરની ફિલ્મ ‘ફ્રેડી’માં પોતાનો રોલ બખૂબી નિભાવવા માટે અભિનેતાએ 12થી 14 કિલો વજન વધાર્યું છે.
મુંબઈ. ફિલ્મોમાં એક્ટર્સ પોતાના પાત્રને ન્યાય આપવા માટે ખૂબ મહેનત કરે છે જેમાં બોડી ટ્રાન્સફોર્મેશન બહુ મોટું ડેડિકેશન માગી લે છે. અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) પણ ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં આવ્યો છે. કાર્તિક પોતાની અપકમિંગ ફિલ્મ ‘ફ્રેડી’ (Freddy)ને લઈને બહુ ઉત્સાહિત છે. તે નિયમિતપણે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેન્સને પોતાની ફિલ્મોથી જોડાયેલી અપડેટ આપતો રહે છે. કાર્તિકે પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોનું દિલ જીતી લીધું છે. લગભગ 10 દિવસમાં પોતાની ફિલ્મ ‘ધમાકા’નું શૂટિંગ પતાવીને ચર્ચામાં આવ્યા બાદ તે હવે ‘ફ્રેડી’ ફિલ્મને લઈને ચર્ચામાં છે. એકતા કપૂરની ફિલ્મ ‘ફ્રેડી’માં પોતાનો રોલ બખૂબી નિભાવવા માટે કાર્તિક આર્યને 12થી 14 કિલો વજન વધાર્યું છે.
સમીર જૌરા પાસેથી લીધી ટ્રેનિંગ
આ વાતની જાણકારી કાર્તિક આર્યનના ફિટનેસ ટ્રેનર સમીર જૌરાએ આપી છે. તેણે તાજેતરમાં જ ‘ફ્રેડી’માં કાર્તિક આર્યનના ટ્રાન્સફોર્મેશન અને વજન વધારવા અંગે વાત કરી. ફ્રેડીમાં પોતાના પાત્રને જીવંત કરવા માટે કાર્તિક આર્યને સમીર જૌરા સાથે બોડી પર કામ કર્યું છે અને ફિલ્મમાં પોતાના પાત્ર માટે 14 કિલો વજન વધાર્યું છે.
સમીર જૌરા (Sameer Jaura) કહે છે, ‘ટ્રાન્સફોર્મેશન ફક્ત જાડા કે પાતળા થવા સુધી સીમિત નથી. તેમાં ક્યારેક ફેટ ઉમેરવાનું પણ સામેલ છે અને તેને બહુ જ સુપરવાઈઝ્ડ અને સુરક્ષિત રીતે કરવાનું હોય છે. આ માટે ડિસિપ્લીનની જરૂર હોય છે અને એ માટે બનાવેલા વર્કઆઉટ પ્લાન અને સાચો ડાયટ ફોલો કરવું પડે છે. કાર્તિકે ફ્રેડીમાં પોતાનો લુક મેળવવા માટે પૂરા 14 કિલો વજન વધાર્યું છે.’
સમીરે આગળ કહ્યું કે, ‘કાર્તિકનું ડેડિકેશન અવિશ્વસનીય છે કેમકે તે જિનેટીકલી પાતળો છે. આમ છતાં એક નિશ્ચિત સમયમાં તેણે આટલું વજન વધાર્યું એ ખરેખર પ્રશંસનીય છે. ફ્રેડી બાદ પોતાની આગામી ફિલ્મ માટે હવે કાર્તિકે વજન ઘટાડવાનું પણ શરુ કરી નાખ્યું છે.’ જણાવી દઈએ કે કાર્તિક આર્યન સ્ટારર આ ફિલ્મમાં અલાયા ફર્નિચરવાલા પણ લીડ રોલમાં છે. અલાયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની જાણકારી આપી હતી.