Home /News /entertainment /શુભમન ગિલનું પત્તુ કપાશે! ફરી એક્સ બોયફ્રેન્ડના પ્રેમમાં પડી સારા અલી ખાન, ઉદયપુરમાં કરી રહ્યાં છે મોજ

શુભમન ગિલનું પત્તુ કપાશે! ફરી એક્સ બોયફ્રેન્ડના પ્રેમમાં પડી સારા અલી ખાન, ઉદયપુરમાં કરી રહ્યાં છે મોજ

શુભમન ગિલ અને સારા અલી ખાન વચ્ચે આવ્યો 'જૂનો પ્રેમ'

ક્રિકેટર શુભમન ગિલ સાથે અભિનેત્રીનો એક ફોટો વાયરલ થયો હતો, ત્યારબાદ બંનેના ડેટિંગના સમાચારને લઈને ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે ફરી એક વખત કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા.

સારા અલી ખાન(Sara Ali Khan) આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ક્રિકેટર શુભમન ગિલ સાથે અભિનેત્રીનો એક ફોટો વાયરલ થયો હતો, ત્યારબાદ બંનેના ડેટિંગના સમાચારને લઈને ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે ફરી એક વખત કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા.

જુના અહેવાલો અનુસાર, એક સમયે આ બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. તે સમયની અનેક અફવાઓ અને હાલના ગિલ સાર્હના તર્ક-વિતર્ક છતાં બંને વચ્ચે કોઈ મતમતાંર નથી. જોકે લોકો ફરી સારા અને કાર્તિકને સાથી જોઈને અને ખાસ કરીને વેલેન્ટાઈન ડે(Valentine Day) પહેલા એકબીજા સાથે જોઈને ખૂબ જ ખુશ છે અને કોમેન્ટ કરીને તેમના પર પ્રેમ વરસાવી રહ્યાં છે.



આ પણ વાંચો :  'લોલિતા' ભાભીએ બાથરૂમમાં કપડા ઉતારીને આપ્યા એવા એવા પોઝ, વારંવાર આ ફોટોઝ જોઇ રહ્યાં છે લોકો

કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ એકબીજા સાથે જોવા મળી રહ્યું છે. આ ફોટોમાં બંને એકબીજાને પ્રેમથી નિહાળતા નજરે પડી રહ્યાં છે. સારા-કાર્તિકને ફરી એકવાર સાથે જોઈને તેમની ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. કાર્તિક અને સારા પહેલીવાર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2 (2020)માં જોવા મળ્યા હતા. આ મૂવી દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને તે સમયે ડેટિંગની વાતો વહેતી થઈ હતી.



આ ફોટામાં કાર્તિક આર્યન શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પહેરેલો નજરે ચઢ્યો હતો, જ્યારે સારા અલી ખાન તેના જીમના જ કપડામાં જોવા મળી હતી. આ ફોટો લીક થતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો અને લોકોએ બંને માટે શુભાશિષ સાથે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :  સિદ્ધાર્થ-કિયારાની સંગીત સેરેમનીનો વિડીયો થયો લીક, કરીનાના આ સોન્ગ પર એક્ટ્રેસે કર્યો ધાંસૂ ડાન્સ

એક યુઝરે લખ્યું, 'જો તમારી ગર્લફ્રેન્ડ તમને એ રીતે નથી જોતી જે રીતે સારા કાર્તિકને જોઈ રહી છે...તો ચેક કરજો કે શું તે ખરેખર તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં (પ્રેમ કરે છે કે નહીં).' અન્ય યુઝરે લખ્યું, 'બંને એકસાથે પરફેક્ટ લાગે છે. બસ હવે તેમના લગ્ન વિશે સાંભળવા માંગુ છું.’



આ પહેલા સારા અને શુભમન ગિલનો એક ફોટો વાયરલ થયો હતો. બજારમાં વહેતી અટકળો પ્રમાણે આ ફોટો અમદાવાદ એરપોર્ટનો હતો. બંને એરપોર્ટ પર સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ ફોટોએ તેમના અફેરના સમાચારનું બીજ રોપ્યું હતુ. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ ફોટો વાયરલ થયા પછી, લોકોએ મેચ પર ધ્યાન આપવાને બદલે તેની પ્રેમિકા સાથે સમય પસાર કરવા બદલ ક્રિકેટરની ખેંચવાનું (મજાક-મસ્તી) શરૂ કર્યું. જો કે એક રિપોર્ટ અનુસાર આ ફોટો ખૂબ જૂનો હોવાનું કહેવાય છે.
First published:

विज्ञापन