Home /News /entertainment /કાર્તિક આર્યને પાન મસાલાની એડ કરવાની ના પાડી, આટલા કરોડની મળી હતી ઓફર!

કાર્તિક આર્યને પાન મસાલાની એડ કરવાની ના પાડી, આટલા કરોડની મળી હતી ઓફર!

કાર્તિકે પાન મસાલાની (pan masala add)એક જાહેરાતની 9 કરોડની ઓફર ઠુકરાવી દીધી (તસવીર - Instagram @kartikaaryan)

Kartik Aaryan - અભિનેતા કાર્તિક આર્યને એક પ્રશંસનિય નિર્ણય કર્યો, અલ્લુ અર્જુને 10 કરોડની ડીલની ઓફર ઠુકરાવી હતી

    મુંબઈ : બોલિવૂડ (bollywood)અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)હાલના દિવસોમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે લોકોના દિલો પર રાજ કરી રહ્યો છે. તેની અંતિમ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. લોકોને મળી રહેલા પ્રેમને યથાવત્ રાખતા કાર્તિકે એક પ્રશંસનિય નિર્ણય કર્યો છે. કાર્તિકે પાન મસાલાની (pan masala add)એક જાહેરાતની 9 કરોડની ઓફર ઠુકરાવી દીધી છે.

    બોલિવૂડ હંગામામાં પ્રકાશિત એક સમાચાર પ્રમાણે જેવી કાર્તિકને પાન મસાલા માટે એક એડ ઓફર થઇ તો તેણે તરત તેને કરવાની ના પાડી દીધી હતી. આ રિપોર્ટમાં એક એડ ગુરુ દ્વારા બતાવવામાં આવ્યું કે આ વાત સાવ સાચી છે. કાર્તિકને એક પાન મસાલાની એડ ઓફર થઇ હતી અને તેણે આ 9 કરોડની ઓફરને કરવાની ના પાડી દીધી હતી.

    પહલાજ નિહલાનીએ કાર્તિકની પ્રશંસા કરી


    સેન્સર બોર્ડના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાનીએ કાર્તિક આર્યનની આ પહેલની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પાન મસાલાની જાહેરાત કરવી એક કાનૂની અપરાધ છે અને કાનૂન આવું કરવાથી સેન્સર બોર્ડને પણ રોકે છે.

    આ પણ વાંચો - જેઠાલાલના જીવનમાં આવશે ખુશી, દયાબેન કે મહેતા સાહેબ, કોની થશે એન્ટ્રી!

    અલ્લુ અર્જુને 10 કરોડની ડીલની ઓફર ઠુકરાવી હતી


    'પુષ્પાઃ ધ રાઇઝ' (Pushpa – The Rise)માં દમદાર પર્ફોમન્સ આપનાર અલ્લુ અર્જુન પણ પાન મસાલાની કરોડોની ઓફર ફગાવી ચૂક્યો છે. અલ્લુ અર્જુને 10 કરોડની ડીલની ઓફર ઠુકરાવી દીધી હતી. અલ્લુ અર્જુન ગુટખા અને દારૂ બનાવતી કંપનીને પ્રમોટ કરતો નથી. અલ્લુ અર્જુન સામાન્ય રીતે કોઈપણ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 7.5 કરોડ રૂપિયા લે છે. અભિનેતાને પ્રેમ, જે રીતે તે તેના સિદ્ધાંતો જાળવી રહ્યો છે. ફેમિલી મેનની ઈમેજને ધ્યાનમાં રાખીને અલ્લુ અર્જુને નિર્ણય લીધો છે કે તે કોઈપણ ગેરકાયદેસર કે હાનિકારક જાહેરાતનો પ્રચાર નહીં કરે.

    અક્ષય કુમાર થયો હતો ટ્રોલ


    અક્ષય કુમાર એક પાન મસાલાની જાહેરાતમાં જોવા મળ્યો હતો. જે પછી તેને સોશિયલ મીડિયામાં ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ પછી અક્ષયે આ જાહેરાત કરવા બદલ પ્રશંસકોની માફી માંગી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bollywood actor, Kartik aaryan, બોલિવૂડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन