Home /News /entertainment /કાર્તિક આર્યન જલ્દી ઘોડી ચડશે! ભરી મહેફિલમાં કરી દીધું લગ્નનું એલાન, જાણો કોણ છે દુલ્હનિયા

કાર્તિક આર્યન જલ્દી ઘોડી ચડશે! ભરી મહેફિલમાં કરી દીધું લગ્નનું એલાન, જાણો કોણ છે દુલ્હનિયા

કાર્તિકે ચોંકાવનારું એલાન કર્યુ છે જેના કારણે તેની લાખો ફિમેલ ફેન્સનાં દિલ તૂટી ગયા છે.

કાર્તિક આર્યને (Kartik Aaryan) ભરી મહેફિલમાં પોતાના લગ્નનું એલાન કરીને સૌકોઇને ચોંકાવી દીધાં હતાં. તેણે પોતે જ કહ્યું કે તે લગ્ન કરવા માટે તૈયાર છે.

નવી દિલ્હી: વર્ષ 2022 કાર્તિક આર્યન (Kartik Aaryan) માટે ખૂબ જ ખાસ રહ્યું હતું. તેની બંને ફિલ્મો ભુલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2) અને ફ્રેડી (Freddy)ને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી, જેના કારણે તેની પોપ્યુલારિટીમાં પણ ઘણો વધારો થયો છે. બીજી તરફ આ વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ શહેજાદા ભલે બોક્સ ઓફિસ પર કમાલ કરી ન શકી હોય પરંતુ એક્ટરની ફેન ફોલોઈંગમાં કોઈ કમી આવી ન હતી.

આ દરમિયાન તેણે એક ચોંકાવનારું એલાન કર્યુ છે જેના કારણે તેની લાખો ફિમેલ ફેન્સનાં દિલ તૂટી ગયા છે. એક્ટરે કહ્યું છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે (Kartik Aaryan marriage). તેણે ભરી મહેફિલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

આ પણ વાંચો:  ઓ બાપ રે! કંગના રનૌત પર આ એક્ટરે લગાવ્યો કાળા જાદુનો આરોપ, કહ્યું- રૂમમાં લઇ જઇને....

કાર્તિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એક્ટર આખરે કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકો કોમેન્ટ સેક્શનમાં કૃતિ સેનન અને સારા અલી ખાન વિશે વાત કરી રહ્યા છે. જો કે મોટાભાગના ફેન્સને આશા છે કે તે કૃતિ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.




કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ પર ઝી સિને એવોર્ડનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઢોલ નગારા સાથે સ્ટેજ પર એન્ટ્રી લેતો જોવા મળ્યો હતો. કાર્તિક કહે છે, 'હવે જુઓ, બોલિવૂડમાં એક પછી એક બધાની બેન્ડ વાગી રહી છે, બધા ઘોડી ચઢી રહ્યા છે, દરેકની વિકેટ પડી રહી છે, પરંતુ હજુ સુધી એક વિકેટ પડી નથીએલિજિબલ સિંગલ ક્લબમાં આખરે કોણ બાકી રહી ગયું છે, હું, પરંતુ હવે હવામાન બદલાઈ રહ્યું છે, આ સખ્ત પુરુષ પણ પીગળી રહ્યો છે. મેં પણ વિચાર્યું કે લગ્નના લાડુ ખાઇને જ જોઇ લઉં.



આ પણ વાંચો:  Video: શહેનાઝ ગિલે સારા અલી ખાન સાથે જાહેરમાં કર્યુ લિપ લોક! નજારો જોઇને મોઢામાં આંગળા નાંખી ગયા ફેન્સ

ફિલ્મોની વાત કરીએ તો 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા બાદ થોડા દિવસો પહેલા 'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝર સાથે જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મ 2024માં દિવાળીના અવસર પર રિલીઝ થશે. આ ટીઝર જોયા બાદ ફેન્સ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા છે.
First published:

Tags: Bollywood actor, Bollywood Gossip, Kartik aaryan, Kartik Aryan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો