Home /News /entertainment /સારા અલી ખાનને છોડી રિતિકની બહેન સાથે કાર્તિક આર્યનનું ઇલુ-ઇલુ, જાણો કોણ છે આ હસીના

સારા અલી ખાનને છોડી રિતિકની બહેન સાથે કાર્તિક આર્યનનું ઇલુ-ઇલુ, જાણો કોણ છે આ હસીના

પશ્મિના રોશનના પ્રેમમાં છે કાર્તિક આર્યન

કાર્તિક આર્યન વિશે એવી અફવાઓ ચાલી રહી છે કે તે રિતિક રોશનની બહેન પશ્મિના રોશનને સીક્રેટલી ડેટ કરી રહ્યો છે.

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે જ સમયે, હાલમાં તે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં છે. કાર્તિક ભલે તેની રોમેન્ટિક લાઈફ વિશે વાત કરવાનું ટાળે, પરંતુ ફેન્સ તેની સાથે જોડાયેલી નાની નાની વાત જાણવા આતુર હોય છે.

જો કે કાર્તિકનું બોલિવૂડની ઘણી હસીનાઓ સાથે તેના અફેરની ચર્ચા રહી છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બોલીવુડ એક્ટર રિતિક રોશનની બહેન પશ્મિના રોશનને ડેટ કરી રહ્યો છે.



આ પણ વાંચો :  નિક્કી તંબોલીના હૉટ ફિગરે વધાર્યો ઇન્ટરનેટનો પારો, ડીપનેક પર અટકી ફેન્સની નજર

પશ્મિના રોશનના પ્રેમમાં છે કાર્તિક આર્યન


કાર્તિક આર્યનનું નામ એક્ટ્રેસ સારા અલી ખાન, અનન્યા પાંડે સહિત ઘણી હસીનાઓ સાથે જોડાયું છે. તે જ સમયે, હવે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસોમાં કાર્તિક બોલિવૂડ એક્ટર રિતિક રોશનની બહેન પશ્મિના રોશનને ડેટ કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, બંને એટલા ગળાડૂબ પ્રેમમાં છે કે તેઓ દરેક ખાસ દિવસ એકબીજા સાથે સેલિબ્રેટ કરવા માંગે છે.

સાથે રહેવાની શોધે છે તક


કાર્તિક આર્યન અને રિતિક રોશનની કઝીન સિસ્ટર પશ્મિના રોશન ઘરે એકબીજાને મળવા આવતા રહે છે અને કલાકો સાથે વિતાવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંનેના પરિવારમાં તેમના રિલેશનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નજીકના સૂત્રોનો દાવો છે કે જ્યારે પણ કાર્તિક કામ પર ન હોય ત્યારે તે પશ્મિના સાથે પોતાનો બધો સમય પસાર કરવાનું પસંદ કરે છે. જોકે, બંને પાપારાઝીની નજરથી દૂર રહેવા માંગે છે.



આ પણ વાંચો :  રણબીર કપૂર પિતા બનતા જ થઇ ગયો ઇમોશનલ, પહેલીવાર દીકરીને હાથમાં લીધા બાદ આવું હતું રિએક્શન

કાર્તિકે ખરીદેલી નવી લક્ઝરી મેકલેરેન ગાડીમાં પણ તે પશ્મિના સાથે ખૂબ જ ફરે છે. એવું કહેવાય છે કે આ બંનેનું એક ખાસ લેટ-નાઇટ ડેસ્ટિનેશન પણ છે, જ્યાં તેઓ દુનિયાની નજરથી બચીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.


કોણ છે પશ્મિના રોશન


તમને જણાવી દઈએ કે પશ્મિના રિતિક રોશનના કાકા અને ફિલ્મમેકર રાજેશ રોશનની દીકરી છે. ખૂબસૂરત પશ્મિના બાકીના સ્ટાર કિડ્સની જેમ ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પશ્મિના રોશન 'ઈશ્ક વિશ્ક'ના અપકમિંગ પાર્ટમાં પોતાની ફિલ્મ ડેબ્યૂ કરતી જોવા મળશે. આ ફિલ્મ 1997માં આવેલી શાહિદ કપૂર, અમૃતા રાવ સ્ટારર 'ઇશ્ક વિશ્ક' ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ હશે.
First published:

Tags: Sara ali khan

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો