Home /News /entertainment /OTT Play Awards 2022: ઈવેન્ટમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા સારા-કાર્તિક, બંનેની વચ્ચે બોન્ડિંગ જોઈ ફેન્સ ખુશખુશાલ

OTT Play Awards 2022: ઈવેન્ટમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા સારા-કાર્તિક, બંનેની વચ્ચે બોન્ડિંગ જોઈ ફેન્સ ખુશખુશાલ

એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા સારા-કાર્તિક

કાર્તિક આર્યન અત્યારે બેક ટૂ બેક પોતાની હિટ ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ અભિનેતા મુંબઈમાં યોજાયેલ OTT પ્લે એવોર્ડ્સમાં સામેલ થયો હતો. જ્યાં સારા અલી ખાન અને અન્ય સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન આ એક્સ કપલ એકસાથે બેઠેલા જોવા મળ્યા. ઈવેન્ટથી સારા અલી ખાન અને કાર્તિત આર્યનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બંને એક સાથે બેસીને વાત કરતા જોવા મળી રહ્યા છે. સારા અને કાર્તિકના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

વધુ જુઓ ...
    કાર્તિક આર્યન અત્યારે બેક ટૂ બેક પોતાની હિટ ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ અભિનેતા મુંબઈમાં યોજાયેલ OTT પ્લે એવોર્ડ્સમાં સામેલ થયો હતો. જ્યાં સારા અલી ખાન અને અન્ય સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન આ એક્સ કપલ એકસાથે બેઠેલા જોવા મળ્યા. ઈવેન્ટથી સારા અલી ખાન અને કાર્તિત આર્યનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બંને એક સાથે બેસીને વાત કરતા જોવા મળી રહ્યા છે. સારા અને કાર્તિકના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

    બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર્તિક બ્લેક સૂટ અને ટાઈમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. તેના હાથમાં ટ્રોફી પણ જોવા મળી છે. બીજી તરફ, સારા અલી ખાન ગોલ્ડન ઑફ શોલ્ડર સિક્વિન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે.








    View this post on Instagram






    A post shared by Anshika (@yehdooriyann_)






    અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્તિક અને સારા પહેલીવાર ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ બંને એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ થોડા જ દિવસોમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા અને બંનેએ ઈન્સ્ટા પરથી એકબીજાને અનફોલો કરી દીધા હતો .હવે બંનેનો આ વીડિયો જોઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, બંને વચ્ચે બધું બરાબર છે.

    સારા અને કાર્કિતની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં કાર્તિક આર્યનનાં હાથમાં ટ્રોફી પણ જોવા મળી રહી છે તેમજ સારા કોઈ ટોપિક પર વાત કરી રહી છે. બીજી તરફ સારા પણ કાર્તિકની સાથે વાતો કરી રહી છે અને બંને એકબીજા સાથે પ્રેમથી વાત કરતા જોવા મળે છે. એક સમયે બંને એકબીજાને ડેટ કરતા હતા.

    આ પણ વાંચોઃ- 'બ્રહ્માસ્ત્ર' પાર્ટ 2 માં રણબીર કપૂરની માતાના રોલમાં દીપિકા પાદુકોણ હશે! પાર્ટ-1થી મળી હિન્ટ

    તમને જણાવી દઈએ કે આ પહેલો OTT પ્લે એવોર્ડ હતો, જેનું આયોજન મુંબઈમાં થયું હતું. શનિવાર સાંજે આ એવોર્ડ ફંક્શનમાં રેડ કાર્પેટ પર ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને કરન જોહરના સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરન’માં કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. જેના પછી બંને એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા અને આ દરમિયાન ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Entertainemt News, Kartik aaryan, Sara ali khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन