Home /News /entertainment /

Luka Chuppi Trailer Out: રસપ્રદ છે કાર્તિક-કૃતિનો સિક્રેટ રોમાન્સ

Luka Chuppi Trailer Out: રસપ્રદ છે કાર્તિક-કૃતિનો સિક્રેટ રોમાન્સ

કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે

કૃતિ સેનન અને કાર્તિક આર્યન લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કરે છે, પરંતુ તેમનો આ પ્લાન અધૂરો જ રહી જાય છે

    ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. દીપિકા-રણવીર, નીક-પ્રિયંકા બાદ હવે કાર્તિક પણ લગ્નના મૂડમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર કમાલનું છે. જેમાં કૃતિ સેનન અને કાર્તિક આર્યન લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કરે છે, પરંતુ તેમનો આ પ્લાન અધૂરો જ રહી જાય છે. કેમ કે, કાર્તિક આર્યનના ઘરે એ વાત પહોંચી જાય છે કે, બન્નેએ લગ્ન કરી લીધા છે. આ પછી જે ડ્રામા શરૂ થાય તે રસપ્રદ છે.

    2.49 મિનિટ લાંબા આ ટ્રેલરમાં કાર્તિક આર્યન શાનદાર અંદાજમાં જોવા મળે છે. ત્યાં જ કૃતિ અને કાર્તિકની જોડી પણ જામી રહી છે. ટ્રેલરમાં લગ્નને લઇને ધમાચકડી મચતી જોવા મળી રહી છે. જે દર્શકોને હસાવશે. દર્શકોને આ ટ્રેલર પસંદ પડી રહ્યું છે.

    ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને વિનય પાઠક પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરતાં કાર્તિકે લખ્યું હતું કે, પકડે જાએંગે યા દેંગે સબકો ચકમા? જે ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ દેખાઇ આવે છે. સાથે જ કૃતિ સેનન અને કાર્તિકનું સિક્રેટ રોમાન્સ પણ કમાલનું છે. આ ફિલ્મ 1લી માર્ચના રોજ રીલિઝ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dinesh vijan, Kartik aaryan, Kriti sanon, Movie luka chuppi, Pankaj-tripathi, Trailer out

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन