'લુકા-છુપી'નું નવું ગીત 'કોકા કોલા' રીલિઝ, કાર્તિક અને કૃતિનું એનર્જેટિક બોન્ડિંગ

News18 Gujarati
Updated: February 5, 2019, 7:54 AM IST
'લુકા-છુપી'નું નવું ગીત 'કોકા કોલા' રીલિઝ, કાર્તિક અને કૃતિનું એનર્જેટિક બોન્ડિંગ
કાર્તિક આર્યન અને કૃતિ સેનન ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળે છે

સોમવારે ફિલ્મનું વધુ એક ગીત રીલિઝ થયું છે. આ એક પાર્ટી સોંગ છે, જેમાં રેપ પણ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'લુકા છુપી'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. જે બાદ હવે એક પછી એક ફિલ્મના ગીત રીલિઝ થઇ રહ્યાં છે. જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અઠવાડિયા પહેલાં રીલિઝ થયેલા ગીત 'પોસ્ટર લગવા દો' રીલિઝ થયું હતું. જે ગીતને 13 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. સોમવારે ફિલ્મનું વધુ એક ગીત રીલિઝ થયું છે. આ એક પાર્ટી સોંગ છે, જેમાં રેપ પણ છે.

ગીતના લિરિક્સ છે 'કોકા કોલા'. જેમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળે છે. ગીત ટોની અને નેહા કક્કડે ગાયું છે, જ્યારે ટોની કક્કડ અને મેલો ડીએ લખ્યું છે. ગીતમાં મ્યૂઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે. ફાસ્ટ બીટ પર બનાવવામાં આવેલું આ ગીત ખૂબ જ એનર્જેટિક છે.

ફિલ્મની વાત કરીએ તો, તેના ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર છે, જ્યારે દિનેશ વિઝને ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન ઉપરાંત અપારશક્તિ ખુરાના, વિનય પાઠક અને પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકામાં છે.


આ પણ વાંચો: lakme fashion week: રેમ્પ જોવા મળ્યો કરિનાનો stunning લુક

'લુકુ છુપી'ની કહાણીની વાત કરીએ તો, તે મથુરામાં રહેતા એક ટેલિવિઝન રિપોર્ટર ગુડ્ડુની છે. ફિલ્મમાં તેને એક યુવતી સાથે પ્રેમ થઇ જાય છે. તેને ખૂબ જ પોઝિટિવ હોય છે અને તેને જીવનમાં ઘણી આશાઓ પણ હોય છે.
First published: February 4, 2019, 6:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading