Bigg Boss 13: સલમાન ખાનના ઘર બહાર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન

બેડ ફ્રેન્ડ ફૉરેવર કોન્સેપ્ટના કારણે શૉમાં યુવક અને યુવતીઓને એક જ બેડમાં ઊંઘવું પડે છે.

News18 Gujarati
Updated: October 12, 2019, 11:12 PM IST
Bigg Boss 13: સલમાન ખાનના ઘર બહાર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 11:12 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દેશનો સૌથી પૉપ્યુલર શૉ બિગ બૉસ-13 (Bigg Boss 13) ઉપર પ્રતિબંધ લગાવવાની માંગની સાથે સાથે તેની સામે વિરોધ પ્રદર્શન પણ શરૂ થયું છે. જેના પગલે મુંબઇ પોલીસ (mumbai police) બોલિવૂડ સ્ટાર (Bollywood Star) સલમાન ખાનના (Salman Khan)ઘરની બહાર સુરક્ષા વધારી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કરણી સેનાના (karni sena) સભ્યો સહિત દેખાવરકારોનું એક સંગઠન પશ્વિમ મુંબઇના બાન્દ્રામાં સલમાન ખાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે સ્થળ ઉપર પહોંચીને દેખાવકારોની અટકાયત કરી છે. આ ઉપરાંત સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેડ ફ્રેન્ડ્સ ફોરએવર (BFF) નામની નવી અવધારણાને સામેલ કરવા માટે બિગ બૉસ સિઝન - 13 ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-અભિનેત્રી પ્રિયંકા ચોપરાના રડી રડીને હાલ થયા બેહાલ, જુઓ Video

અધિકારીએ જણાવ્યું હતું કે, આ અવધારણાની કરણી સેના સહિત અનેક સંગઠનોએ ભારે આલોચના કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ અશ્લીલતાને પ્રત્સાહન આપે છે. અને આ ભારતીય સંસ્કૃતિ વિરોધી છે. પોલીસનું કહેવું છે કે, કોઇ અનઇચ્છનિ ઘટના ન બને તે માટે અમે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સતર્કતા વધારીને સુરક્ષામાં વધારો કર્યો છે. જોકે હેવ સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચોઃ-કોંગ્રેસ કાર્યકર્તાના ફ્લેટમાં હિન્દુ બની મુસ્લિમ મહિલા-પુરુષ ચલાવતા હતા સેક્સરેકેટ

ઉલ્લેખનીય છે કે બિગ બૉસ સિઝન -13 સામે દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એટલું જ નહીં કેટલીક જગ્યાએ સલમાન ખાનના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. બેડ ફ્રેન્ડ ફૉરેવર કોન્સેપ્ટના કારણે શૉમાં યુવક અને યુવતીઓને એક જ બેડમાં ઊંઘવું પડે છે.
Loading...

આ પણ વાંચોઃ-માત્ર બે લાખ રૂપિયા લગાવીને દર મહિને રૂ.50,000 સુધી કરો કમાણી

આ કોન્સેપ્ટના કારણે શૉનું પ્રસારણ બંધ કરવાની માંગ થઇ રહી છે. એટલું જ નહીં ઓ શૉ અશ્લીલતા ફેલાવાનું કામ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મામલાને વધારે આગળ વધતો જોઇને મેકર્સે કોન્સેપ્ટમાં ફેરફાર કર્યો છે પરંતુ વિવાદ બંધ થવાનું નામ નથી લેતો.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...