નવી દિલ્હી: કરણી સેનાનાં સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીએ ન્યૂઝ18 ઇન્ડિયા દ્વારા આયોજીત સૌથી મોટા રાષ્ટ્રીય કોન્ક્લેવ 'ચૌપાલ'માં ભાગ લીધો હતો. તેમણે ફિલ્મ 'પદ્માવતી' વિશે વાત કરતાં કહ્યું કે, દીપિકા તેમની દીકરી જેવી છે પણ તે થોડી 'નાલાયક છે'. તેણે પદ્માવતી પર દેશને લોકતાંત્રિક સેટઅપમાં દરેક દરવાજા ખખડાવી જોયા છે. તે બાદ તેમનું કહેવું હતું કે તેમની સેના ક્યારેય કોઇને
ડરાવવા અને ધમકાવવાનું કામ નથી કરતી.
જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આપ પહેલાં ફિલ્મ જોઇ લો બાદમાં કોઇ નિર્ણય પર આવો. તેનાં પર તેમને જવાબ આપ્યો કે, દરેક તેમને ફિલ્મ જોવાનું કહે છે. પણ ભણસાલી ફિલ્મ બતાવવા માંગતા નથી.
લોકેન્દ્ર સિંહનું કહેવું છે કે, તે રાવલરતન સિંહની 17મી પેઢી છે. શું તેમનો એટલો પણ અધિકાર નથી કે જો કોઇ તેમના પરિવાર વિશે ખોટુ બોલે છે તો તે તેને બે થપ્પડ મારી દે.
સાથે જ તેમણે સ્પષ્ટતા આપવાનાં પ્રયાસ કર્યા કે, માથુ અને નાક કાપવાની વાત કરણી સેનાએ નહોતી કરી.