ન્યૂઝ 18 ગુજરાતી: બોલિવૂડની એક સમયની ખુબજ સુંદર હિરોઇન કરિશ્મા કપૂર 25 જૂનનાં રોજ તેનો 45મો જન્મ દિવસ ઉજવશે. તેનો જન્મ દિવસ ઉજવવા તે લંડનમાં છે. અહીં તેની સાથે તેની બહેન કરિના કપૂર અને જીજા સૈફ અલી ખાન છે. લંડનનાં એક ક્લબમાં પાર્ટી કરતાં આ ત્રણેયની તસવીર વાયરલ થઇ ગઇ છે.
કરિશ્માએ સૈફ અલી ખાનની સાથે 'હમ સાથ સાથ હૈ'માં કામ કર્યુ છે. સાથે જ સૈફ અને કરિશ્મા ઘણાં સારું બોન્ડિંગ ધરાવે છે. ત્યારે સાળી કરિશ્માનો જન્મ દિવસ હોય ત્યારે તે તેની સાથે ક્વોલિટી સમય વિતાવવે તે સ્વાભાવિક છે.
કરિશ્માના છુટાછેડા બાદ તે સંપૂર્ણ સમય બાળકોને આપે છે. અને પોતાનું અંગત જીવન બહેન અને મિત્રો સાથે જીવે છે. અને મોટેભાગે પાર્ટીઝમાં ફણ નજર આવે છે.