Home /News /entertainment /KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

KARISHMA KAPOORનો ખુલાસો- પતિએ હનીમૂન પર મિત્ર સાથે સુવા કરી હતી મજબૂર

File Photo

Karishma Kapoor Birthday: છૂટાછેડા લીધાનાં ચાર વર્ષ બાદ કરિશ્માએ તેનાં લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, પતિ સંજયે હનીમૂન દરમિયાન તેનાં મિત્રો સાથે મારી બોલી લગાવી હતી.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : આજે કરિશ્મા કપૂરનો 47મો જન્મ દિવસ (Karishma Kapoor Birthday) છે. ત્યારે તેનાં જન્મ દિવસે ચાલો તેનાં જીવનનાં તે ચેપ્ટર પર એક નજર કરીએ જેમાં તેણે ઘણી યાતના સહન કરી છે. આ છે તેનું લગ્ન જીવન. પૂર્વ પતિ સંજય કપૂર પર કરિશ્મા કપૂરે ઘણાં આરોપો લગાવ્યાં હતાં. કરિશ્મા કપૂર અને સંજયનાં લગ્ન 11 વર્ષ ચાલ્યાં. આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બની જ્યારે પાણી માથેથી ઉપર ચઢી ગયુ હતું. જે બાદ બંનેએ અલગ થવાનો નિર્ણયલ લીધો હતો.

આ પણ વાંચો- 'Anupamaa' અને 'Vanraj'ની વચ્ચે છે છત્રીસનો આંકડો? સુધાંશુએ જણાવ્યું સત્ય

છૂટાછેડા બાદ કરિશ્મા અને સંજય બંને એકબીજા પર ઘણાં આરોપો લગાવ્યાં. કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સંજયે તેની સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા હતાં. તે તેને એક ટ્રોફી પત્નીની જેમ તેની હાઇક્લાસ સોસાયટીમાં રાખતો હતો. કરિશ્માએ કહ્યું હતું કે, તેને એક સમયે એક ડ્રેસ ફિટ નહોતો આવતો. પણ તેની સાસુ ઇચ્છતી હતી કે તે આ ડ્રેસ જ પહેરે. તેનાં પર સંજયે તેની માતાને કહ્યું હતું કે, તે તેને એક થપ્પડ કેમ નથી મારતી. સંજયની મા તેને આવું બધુ કરવાં પર રોકવાને બદલે તેને વધુ ઉષ્કેરતી હતી.

આ પણ વાંચો- BB-15: મેકર્સે RHEA CHAKRABORTY અને ANKITA LOKHANDEનો કર્યો સંપર્ક

કરિશ્માએ એમ પણ કહ્યું કે, સંજય લગ્ન પહેાલં તેનાં ભાઇ સાથે બેસને હિસાબ લગાવતો હતો કે,કરિશ્મા કેટલાં રૂપિયા લઇને આવશે. એક વખત લગ્ન પહેલાં સંજયની માતાએ કરિશ્માનાં પિતાને રડાવી દીધા હતાં. કરિશ્મા ત્યારથી જ લગ્ન તોડી નાંખવા ઇચ્છતી હતી. પણ બાદમાં તે સંજય અને તેનો પરિવારનાં ઝાંસામાં આવી ગઇ હતી.

આ પણ વાંચો-'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં તેમ પણ કહ્યું હતું કે, 'જ્યારે તેઓ હનીમૂન પર ગયા હતાં ત્યારે પતિ સંજયે હનીમૂન દરમિયાન તેનાં મિત્રો સાથે મારી બોલી લગાવી હતી. અને કરિશ્માને તેનાં મિત્રો સાથે એક રાત વિતાવવાં મજબૂર કરી હતી.'
First published:

Tags: Entertainment Nwes, Gujarati news, Karishma kapoor, Karishma Kapoor Birthday, Karishma Kapoor Share Divorce Story, News in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો