Home /News /entertainment /

Kargil Vijay Diwas: દેશના આનબાન અને શાન માટે વીરોનાં બલિદાનની કહાની દર્શાવે છે આ ફિલ્મો, જુઓ લિસ્ટ

Kargil Vijay Diwas: દેશના આનબાન અને શાન માટે વીરોનાં બલિદાનની કહાની દર્શાવે છે આ ફિલ્મો, જુઓ લિસ્ટ

કારગિલ દિવસ પર જુઓ LOCથી લઈ શેરશાહ આ 7 સુપરહિટ ફિલ્મો

વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે બે મહિના સુધી ચાલેલા યુદ્ધ વિશે બધા જાણે છે. 26 જુલાઈની તારીખ ભારતના ઈતિહાસનો તે દિવસ છે જ્યારે દેશના વીર જવાનોએ દુશ્મનોને હરાવી પોતાની જીતનો ધ્વજ લહેરાવ્યો હતો. આ વર્ષે કારગિલ યુદ્ધમાં ભારતને મળેલી જીતને 23 વર્ષ પૂરા થઈ જશે.

વધુ જુઓ ...
    વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે બે મહિના સુધી ચાલેલા યુદ્ધ વિશે બધા જાણે છે. 26 જુલાઈની તારીખ ભારતના ઈતિહાસનો તે દિવસ છે જ્યારે દેશના વીર જવાનોએ દુશ્મનોને હરાવી પોતાની જીતનો ધ્વજ લહેરાવ્યો હતો. આ વર્ષે કારગિલ યુદ્ધમાં ભારતને મળેલી જીતને 23 વર્ષ પૂરા થઈ જશે. યુદ્ધ ભૂમિમાં શહીદ થયેલા વીર જવાનોના સન્માનમાં દર વર્ષે આ દિવસને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. માતૃભુમિની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા આ શહીદોની શૌર્યગાથાઓ અખબારો અને પુસ્તકોમાં તો વાંચી હશે. બોલિવૂડમાં આ વીરોની શોર્યગાથાઓને બતાવવા માટે ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે. વિજય દિવસના પ્રસંગે જાણો બોલિવૂડની એવી ફિલ્મો વિશે જેમાં કારગિલ યુદ્ધ અને દેશના વીર જવાનોની કહાની બતાવવામાં આવી છે.

    LOC-કારગિલ

    1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી વર્ષ 2003માં તેના પર આધારિત ફિલ્મ એલઓસી-કારગિસ રિલીઝ થઈ હતી. મલ્ટીસ્ટાર આ ફિલ્મમાં કારગિલ શહીદ થયેલા જવાનોની કહાની દર્શાવવામાં આવી છે. જેપી દત્તા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગન, અરમાન કોહલી, સંજય દત્ત, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન, મોહનીશ બહલ, અક્ષય ખન્ના, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, રાની મુખર્જી, કરિના કપૂર, ઈશા દેઓલ, અને રવીના ટંડન વગેરે મુખ્ય ભૂમિકામાં હતા.

    ધૂપ

    કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના જીવન સંઘર્ષ પર બનેલી ફિલ્મ 'ધૂપ' પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ યુદ્ધમાં શહીદ થયેલા એક કેપ્ટનની કહાની દર્શાવે છે. ફિલ્મમાં સંજય કપૂર, ગુલ પનાગ, ઓમ પુરી અને રેવતી જેવા કલાકાર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા.

    લક્ષ્ય

    હૃતિક રોશન અને પ્રીટિ ઝિંટા સ્ટારર ફિલ્મ 'લક્ષ્ય' પણ કારગિલ યુદ્ધ પર આધારિત છે. ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં એક એવા બગડેલા યુવાનની કહાની છે જે સુધરીને સેનામાં ભરતી થઈ જાય છે. હૃતિક અને પ્રીટિ સિવાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અમરીશ પુરી અને ઓમ પુરી મુખ્ય ભૂમિકામાં હતા.

    ટેંગો ચાર્લી

    ફિલ્મ 'ટેંગો ચાર્લી' માં પણ અજય દેવગન, સંજય દત્ત જોવા મળ્યા હતા. ફિલ્મમાં અજય અને સંજય સિવાય બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 25 માર્ચ 2005ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મના ડાયરેક્ટર મણીશંકર હતા.

    શેરશાહ

    સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ શેરશાહ પણ કારગિલ યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક પર છે, જે પોતાના સાથીનો જીવ બચાવતા 7 જુલાઈ 1999ના રોજ શહીદ થઈ ગયો હતો. શહિદ વિક્રમ બત્રાને સર્વોચ્ચ વીરતા સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો હતો. યુદ્ધ દરમિયાન તેને કોડ નામ શેરશાહ આપવામાં આવ્યું હતું. આ નામ પર જ આ ફિલ્મ બનાવવામાં આવી છે.

    ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક

    વિકી કૌશલ, યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક 2016માં પાકિસ્તાન દ્વારા ઉરી કેમ્પ પર થયેલા હુમલાની વાર્તા છે. જેમાં ઘણા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાનનો સામનો કરવા માટે ભારતે સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેનું નેતૃત્વ વિહાન સિંહ શેરગીલ કરી રહ્યા હતા. વિહાનની ભૂમિકા વિકી કૌશલે ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં પુલવામા હુમલાના એક મહિના પહેલા જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો ડાયલોગ હાઉ ધ જોશ ઘણો લોકપ્રિય થયો છે.

    બોર્ડર

    વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. આ ફિલ્મ લોંગેવાલા યુદ્ધ પર પ્રકાશ ફેંકે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે 120 બહાદુર ભારતીય સૈનિકો રાજસ્થાનની લોંગેવાલા પોસ્ટ પર આખી રાત પાકિસ્તાનની ટેન્ક રેજિમેન્ટનો સામનો કરે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Kargil Vijay Divas

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन